GUJARAT : મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કાર ચાલક પકડાયો

0
51
meetarticle

મોરબી સાવસર પ્લોટમાં કારમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે ર૮ ગ્રામ ૭૮૦ મીલીગ્રામનો જથ્થો, મોબાઈલ અને કાર સહીત પ.૩પ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે તેમજ મુંબઈના એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે. 

મોરબીનાં સાવસર પ્લોટમાં વાહન ચેકિંગ દરમિયાન ચેક કરતા ડ્રાઈવર યોગેશ રતિલાલ દસાડીયા (રહે. આસોપાલવ સોસાયટી, એપલ હાઈટસ એપાર્ટમેન્ટ, રવાપર ધુનડા રોડ, મોરબી) પાસેથી શંકાસ્પદ નશાકારક પદાર્થ (સફેદ પાવડર) મળી આવ્યો હતો.  જે અંગે પૂછતાં એમ.ડી. ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. જેથી એફ.એસ.એલ. ટીમને રીપોર્ટ માટે પાવડર મોકલ્યો હતો. બાદમાં ડ્રગ્સ જેનું વજન ર૮ ગ્રામ ૭૮૦ મીલીગ્રામની કિંમત રૂા.ર,૮૭,૮૦૦નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ અને કાર સહિત કુલ રૂા.પ,૩પ,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી મેફેડ્રોન જથ્થો મુંબઈમાં રહેતા ચિરાગ પટેલ પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી. જેથી આરોપી ચિરાગ પટેલ (રહે. મુંબઈ) વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે. વળી, આરોપી વિરૂધ્ધ અગાઉ અમદાવાદના વટવા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ ર૮૩ મુજબ ગુનો નોંધાઈ ચુકયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here