​GUJARAT : યુકે જવાના ઘેલછામાં ‘લગ્ન’ પણ નકલી અને ‘કોર્ટનો ચુકાદો’ પણ નકલી! પાલેજ પોલીસે આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો

0
35
meetarticle

વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદાઓ નોળવીને ખોટા દસ્તાવેજોના આધારે યુકે (UK) ના વિઝા મેળવવાના મસમોટા કૌભાંડનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં લગ્નના ખોટા પુરાવા અને ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ બનાવી વિદેશ જતી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


​આ રેકેટની વિગત મુજબ, રીઝવાન મેદાએ તસ્લીમાબાનુ કારભારીને પોતાની પત્ની તરીકે દર્શાવી લગ્નનું નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ ખોટા પુરાવાના આધારે એજન્ટ મારફતે યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવી તસ્લીમાબાનુ વિદેશ પહોંચી ગઈ હતી. નવાઈની વાત તો એ છે કે, આ ટોળકીએ આટલેથી ન અટકતા એડવોકેટ સાજીદ કોઠીયા સાથે મળી ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ પણ તૈયાર કરી નાખ્યું હતું. જોકે, આર્થિક વ્યવહારોમાં આંતરિક મનદુઃખ થતા આ આખો ખેલ પોલીસ સમક્ષ આવી ગયો હતો.
​પાલેજ પોલીસે આ મામલે રીઝવાન મેદા (યુકે), તસ્લીમાબાનુ (યુકે), ફૈઝલ કારભારી (યુકે) અને એડવોકેટ સાજીદ કોઠીયા (કેનેડા) વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here