રાજપીપલાની આન બાન, અને શાન કહી શકાય એવા રાજા રજવાડા વખતની રાજપીપલાની ઐતિહાસિક હેરિટેજ દરજ્જા ની ઇમારત “ધ સીવન મેમોરિયલ ક્લોક ટાવર” જેને લોકો લાલ ટાવર ના નામથી ઓળખે છે જે ની દુર્દશાથી રાજવી પરિવાર ખીન્ન થયો છે.
રાજપીપલા પરિવારના સદસ્ય અને ઇન્ટેક ચેપટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, તથા ઇન્ટેક ચેપટર નર્મદા ના સહ કન્વીનર વિરાજબા જાડેજા તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરનીમુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

આ ઈમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેમારાં પૂર્વજો ના સમયની રાજા રજવાડા વખતની આ 150 વર્ષ પુરાણી ઐતિહાસિક ઇમારત છે. એનું અસલી નામ “ધ સીવન મેમોરિયલ ક્લોક ટાવર” છે.એ જમાનામાં જયારે ઘડિયાળો નહોતી ત્યારે લોકોને સમયની જાણ થાય એ માટે આ ટાવર જનતા માટે બનાવાયું હતું.પરંતુ આ ઇમારત આજે જર્જરિત અવસ્થામાં છે

ઘડિયાળનું મશીન બગડ્યુંછે તેથી ઘડિયાળ બંધ હાલત માં છે. ચારે બાજુ ઘાસ ઊગી નીકળ્યું છે.ત્યારે
આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે કામ કરતી સંસ્થા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજુર થયેલ છતાં કોઇ સમાર કામ થયું ન હોવાથી તપાસકરવાની અને તેની જાળવણી કરવાની માંગ કરી હતી
નગરપાલિકા સહીત કલેકટર નર્મદા ને ઇન્ટેક ચેપટર નર્મદા દ્વારા ટાવર ની જાળવણી અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજુઆત કરશેએમ ઇન્ટેક ચેપટર ના વિરાજબા જાડેજા એ જણાવ્યું હતું

તો રાજપીપલા નગરપાલિકા વોર્ડ 5 ના સદસ્ય પ્રજ્ઞેશ રામીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વખતોવખત જાળવણી સમારકામ થાય છે. હાલ ચોમાસામા ઘાસ ઊગી નીકળ્યુંછે તે ચોમાસા પછી સાફ કરી દેવાશે. આ ઈમારત હેરિટેજ દરજ્જા ની હોઈ તેની ટેન્ડરીગ ખાસ હેરિટેજ નું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સી ને આપી શકાય નહીં આ કામને અમે બોર્ડમાં લીધેલું છે.ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે એવી કંપની જયારે કામ કરવા તૈયાર થશે ત્યારે એને કામ સોંપીશું.
Repoter : દીપક જગતાપ, રાજપીપલા

