GUJARAT : રાજપીપલા પાસપોર્ટ ઓફિસને બોબથી ઉડાવી દેવાની ધમકી મળી

0
4
meetarticle

રાજપીપલા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે.આજે મેઈલ મારફતે સુરત ખાતેની વડોદરા મૈન પાસપોર્ટ ઓફિસમાં બોબથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ આવેલોહતો આ મેળ મળતા દોડધામ મચી જવા પામી હતી.જોકે નર્મદાના રાજપીપલની ફાયર ટીમ બોમ્બ સ્કોવ્ડ અને સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે પોહચી જઈ સઘન સર્ચ શરૂ કર્યું હતું.આજે પોલીસ કર્મીઓએ તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાલી કરાવી હતી અને ક્યાંક બૉમ્બ કે બીજી કોઇ વિસ્ફોટક સામગ્રી છુપાવી હોય તો તેની શોધખોળ પણ હાથ ધરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ ઓફિસમાજ પાછળના ભાગે પાસપોર્ટ ઓફીસ પણ આવેલ હોવાથી આ બન્ને ઓફિસો ખાલી કરાવી દેવાઈ હતી.નર્મદા પોલીસે બોમ્બ શોધવાની તમામ સાધન સામગ્રી લઈ સર્ચ શરૂ કર્યુંહતું. હાલ તો એવું કશું શંકાસ્પદ વસ્તુ મળેલ નથી પણ પોલીસ સતર્ક બની ગઈ હતી.આ અંગે સત્તાધીશો વડોદરા અને રાજપીપલા જાણ કરાતા પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. આજે પોલીસે પોસ્ટ ઓફિસને કોર્ડન કરી લેતા. પોસ્ટ ઓફિસ બંધ
કરી દેતા આજે ગ્રાહકો અટવાઈ જવા પામ્યા હતાં.

REPORTER : દીપક જગતાપ,
રાજપીપળા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here