આમોદ પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી પૂણે જતી ટ્રકમાં સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ટ્રકમાંથી રૂપિયા 33,580ની કિંમતના 92 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે જ ટ્રક, રોકડા રૂપિયા 950 અને ત્રણ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 15,64,230નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આમોદ પોલીસે આ કેસમાં સુરેશ કુમાર રાજુરામ બંજારા, ઓમપ્રકાશ રતનલાલ જાટ અને મિઠ્ઠુદાસ સોહનદાસ રંગાસ્વામી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
