GUJARAT : રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો

0
13
meetarticle

વડોદરામાં સંખ્યાબંધ ગુના આચરનાર રીઢો ઘર ફોડીઓ ચોર રાજસ્થાન અને સુરતના ચોરીના બનાવોમાં ફરી એકવાર પકડાઈ ગયો છે. 

આજવા રોડના એકતા નગરમાં રહેતો અજય રમેશભાઈ મારવાડીને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા સુરત તેમજ રાજસ્થાનના પાલી ખાતે બનેલા ચોરીના બે બનાવમાં તેની સંડોવણી ખુલી હતી. જેથી પોલીસે સુરત અને રાજસ્થાન પોલીસને જાણ કરી છે. 

અજય મારવાડી સામે અગાઉ વડોદરામાં લૂંટ, ચોરી સહિતના સાત ગુના નોંધાયેલા હોવાથી પોલીસની તેના ઉપર વોચ હતી. આ ઉપરાંત સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના તેમજ ખંડણી જેવા ગુનાઓમાં પણ તેની સંડોવણી હોવાથી અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here