GUJARAT : રાજ્યનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનાં શહેર અમદાવાદ અને સુરત ક્રાઈમ કેપિટલ બન્યા

0
90
meetarticle

રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી અને વહીવટ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ગંભીર છે. માત્ર ૪૮ કલાકમાં શહેરમાં બનેલી બે જઘન્ય હત્યાઓએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નચિહ્ન છે. તા.૧૨ સપ્ટેમ્બરના રોજ પાલડી પોલીસ સ્ટેશનથી નજીક યુવકની ક્રૂર હત્યા કરવાના આવી. ૧૩ સપ્ટેમ્બરના રોજ વિરાટનગર ક્રોસિંગ પર બિલ્ડરની ક્રૂર હત્યા થઈ. આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે જનતાની સલામતી ભગવાન ભરોશે છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી ગઈ છે. રાજ્યનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનાં શહેરો ક્રાઈમ કેપિટલ બન્યા છે રાજ્યના મુખ્ય ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ માં કથળેલી કાયદો વ્યવસ્થાને કારણે નાગરિકોની સુરક્ષા ભગવાન ભરોશે છે. અમદાવાદમાં બળાત્કારની ૧૫૪ ઘટનાઓ, છેડતીની ૯૦, છેતરપિંડીનાં ૨૭૬,લૂંટની ૪૨, મારામારીની ૮૦૪, ચોરીની૧૮૦૩,જુગારના ૭૦૦ કિસ્સા સામે આવ્યા છે. સુરત શહેરમાં બળાત્કારની ૧૮૮ ઘટનાઓ, છેડતીની ૭૮, છેતરપીંડીના ૨૯૦, લૂંટની ૨૭, મારામારીની ૩૧૮,ચોરીની ૭૪૦,જુગારના ૪૧૮ કિસ્સા સામે આવ્યા. વડોદરા શહેર બળાત્કારની ૬૧ ઘટનાઓ, છેડતીની ૪૮, છેતરપિંડીના ૬૯, મારામારીની ૨૪૧, ચોરીની ૩૭૧, જુગારના ૧૨૩ કિસ્સા સામે આવ્યા. રાજકોટ શહેરમાં બળાત્કારની ૬૦ ઘટનાઓ, છેડતીની ૧૧, છેતરપિંડીના ૧૧૦, મારામારીની ૧૪૮, ચોરીની ૩૮૩, જુગારના ૩૩૩ કિસ્સા સામે આવ્યા.


ગૃહ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. રાજ્યમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે. ગુંડા અને ગુન્હેગારોને બદલે તંત્ર વિપક્ષના નેતાઓ આગેવાનો પાછળ નજર રાખવામાં વ્યસ્ત છે. રાજ્યમાં હપ્તારાજ વ્યાપક બન્યું છે. બેફામ બનેલા ગુંડા-અસામાજિક તત્વોને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગુનેગારોમાં પોલીસ તથા શાસન તંત્રનો હવે કોઈ ભય રહ્યો નથી. ખુલ્લેઆમ થઈ રહેલી આવી હિંસક ઘટનાઓ સાબિત કરે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ કોઈપણ સરકારની સર્વોચ્ચ જવાબદારી હોય છે. સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે અને ગુનેગારો નિર્ભય બનીને કાયદાની ધજાગરા ઉડાવી રહ્યા છે.બંને હત્યાઓની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે,આરોપીઓને ઝડપથી પકડી કડકમાં કડક સજા આપવામાં આવે, રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સુધારા કરવામાં આવે, પોલીસની સક્રિયતા અને કડક કામગીરી દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
પાંચ મહિનામાં મુખ્ય ચાર શહેરોમાં બનેલી ગુન્હાખોરીની વિગત
શહેર-જીલ્લા બળાત્કાર છેડતી ચોરી મારામારી લુંટ છેતરપીંડી જુગાર
અમદાવાદ ૧૫૪ ૯૦ ૧૮૦૩ ૮૦૪ ૪૨ ૨૭૬ ૭૦૦
સુરત ૧૮૮ ૭૮ ૭૪૦ ૩૧૮ ૨૭ ૨૯૦ ૪૧૮
વડોદરા ૬૧ ૪૮ ૩૭૧ ૨૪૧ ૪ ૬૯ ૧૨૩
રાજકોટ ૬૦ ૧૧ ૩૮૩ ૧૪૮ ૯ ૧૧૦ ૩૩૩

(ડૉ. મનિષ એમ. દોશી), મીડિયા કન્વીનર અને પ્રવક્તા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here