વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે તેના ભાગરૂપે ગુજરાતના રાજયપાલે પ્રાકૃતિક ખેતી તથા સ્વચ્છતા અભિયાનને આગળ વધારવાના આશ્યથી પ્રાંતિજ તાલુકાની વદરાલ ગામની મુલાકાત લઈને ગામના પ્રવેશહાર પર વૃક્ષારોપણ કર્યા બાદ ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવતજી સૌ પ્રથમ પ્રાંતિજ તાલુકાના વદરાલ ગામે આવી અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ તેમણે ગામના તળાવ નજીક આવેલ પ્રવેશદ્વારની કિનારે વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને સ્વચ્છતાના આગ્રહી બનવા માટે અપીલ કરી હતી ત્યારબાદ તેઓ ઈન્ડો-ઈઝરાયલ નિર્મિત અને પ્રાંતિજ -તલોદ રોડ પર આવેલ એકસલન્ટ સેન્ટરની મુલાકાત લઈને ત્રિવિધ પ્રકારના ફળ ફળાદી તથા શાકભાજીના વાવેતર કરાયેલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેઓ ખેડુતો સાથે સંવાદ કયો હતો…

REPORTER : જયંતિભાઈ પટેલ ,તલોદ સાબરકાંઠા

