GUJARAT : રાણપુરમાં ખનીજ ચોરી:ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે બળજબરી કરવામાં આવી

0
10
meetarticle

બોટાદ જિલ્લાના રાણપુરમાં ખનીજ ચોરી કરતા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને ખનીજ ચોરીનો ગુનો નોંધાયો છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમે એક ડમ્પરને અટકાવવાનો પ્રયાસ કરતા, તેમાં ભરેલી રેતી ખાલી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આ ઘટના રાણપુરથી પાળિયાદ જવાના રસ્તે આવેલ કેનાલ રોડ પર બની હતી. બોટાદની મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ સિંચાઈ વિભાગ નર્મદા નિગમની ટીમ સાથે તપાસ માટે ગઈ હતી. તે દરમિયાન, GJ 33 T 9888 નંબરનું ટાટા કંપનીનું એક ડમ્પર જોવા મળ્યું હતું, જેના મોરા પર ‘જય બુટ ભવાની’ લખેલું હતું. ટીમે તેને અટકાવવાનો પ્રયાસ કરતા, ડમ્પર ચાલકે તેને ઊભું રાખવાને બદલે રિવર્સમાં ગોમા નદી તરફ પાછું લઈ ગયો હતો.પ્રાથમિક દ્રષ્ટિએ તેમાં ગેરકાયદેસર રેતી ભરેલી જોવા મળી હતી.ત્યારબાદ, GJ 36 AF 5457 નંબરની કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં રામભાઈ બોળિયા ઘટનાસ્થળે આવ્યા હતા.

તેમની સાથે GJ 33 H 3062 નંબરના મોટરસાયકલ પર એક અજાણ્યો ઈસમ અને અન્ય ત્રણ જેટલા શખ્સો પણ હાજર હતા. આ તમામ શખ્સોએ અધિકારીઓની કાયદેસરની ફરજમાં બળજબરીપૂર્વક રૂકાવટ ઊભી કરી હતી.આરોપીઓએ ડમ્પરમાં ભરેલી ગેરકાયદેસર રેતી ખાલી કરી દીધી હતી અને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.આ સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં રામભાઈ બોળિયા અને અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૨૨૧ અને ૫૪ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here