ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજીત ખેલ મહાકુંભ૨૦૨૫ માં અલગ અલગ ૧૫ જેટલી સ્પર્ધા ઓમાં રાણાકંડોરણાની પુંજાપરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિ/ વિદ્યાર્થિનીઓએ તાલુકા કક્ષાની એથલેટિક્સ રમતમાં અંડર-૧૪ માં સોલંકી રાહુલ બાબુ ચક્રફેંક માં પ્રથમ, રાતીયા હિતેશ લીલા ઊંચી કુદમાં દ્વિતીય, મોરી મિતલ મેરા ૧૦૦ મીટર દોડમાં દ્વિતીય, ધામેચા ઉદય જગુ ૨૦૦મીટર દોડમાં દ્વિતીય અને મકવાણા નવઘણ મહેશ તૃતીય,ભગીરથ આર્યન દિલીપ ૪૦૦ મીટર દોડમાં દ્વિતીય તાલુકા કક્ષાએ આવતા આ વિદ્યાર્થીઓએ ૬૨૫૦ ની રાશી મેળવેલી.
જ્યારે જીલ્લાકક્ષાએ કરાટેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર નંબર મેળવનાર ૫ ખેલાડીઓ રૂ.૧૬૦૦૦ ઈનામ પ્રામ કરેલ. ટેકવંડો રમતમાં ૮ વિદ્યાર્થીઓએ દ્વિતીય નંબરમાં બે અને તૃતીય નંબરે ૬ વિદ્યાર્થીઓ આવતા તેઓએ ૧૮,૦૦૦ રૂ. ઇનામ મેળવેલ.
જ્યારે એટલે એથ્લેટિકસની રમતમાં અંડર-૧૪ માં ચક્રફેંકમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સોલંકી રાહુલ બાબુએ પ્રથમ અને દ્વિતીય નંબર, ઊંચી કુદમાં રાતીયા જીતેશ લીલા તૃતીય નંબર ,૧૦૦ મીટર દોડમાં મકવાણા ધાર્મિક ઉમેશ દ્વિતીય મેળવી. એથ્લેટિકસ ની ઉપરોક્ત રમતમાં કુલ રૂ.૧૨૭૦
૦નું ઇનામ પ્રાપ્ત કરેલ.

આર્ચરી રમતમાં અંડર-૧૪ માં જિલ્લા કક્ષાએ મકવાણા નવઘણ મહેશ અને મકવાણા હેતલ શૈલેષ ઇન્ડિયન રાઉન્ડ માં પ્રથમ નંબરે આવતા તેઓને રૂ ૧૦૦૦૦ અને મકવાણા અંકિતા પ્રતાપ દ્વિતીય નંબરે આવતા તેઓને ૩૦૦૦ તથા મકવાણા સુજીતા અરવિંદ તૃતીય નંબરે આવતા તેઓને રૂ.૨૦૦૦ મળી કુલ આર્ચરી રમતમાં રૂ.૧૫૦૦૦ નું ઇનામ મેળવેલ છે.
જ્યારે ટેબલ ટેનિસ ની અંડર- ૧૧ની સિંગલ (વ્યક્તિ ગત) રમતમાં ક્મલપરા નૈતિક જીતેશ પ્રથમ નંબરે રૂ.૫૦૦૦,ચૌહાણ રુદ્ર હરેશ દ્વિતીય નંબરે રૂ.૩૦૦૦ મળતા કુલ રૂ.૮૦૦૦ અને લોન ટેનિસ રમતમાં ચૌહાણ રુદ્ર હરેશ પ્રથમ નંબરે રૂ.૫૦૦૦, ક્મલપરા નૈતિક જીતેશ તૃતીય નંબરે રૂ.૨૦૦૦ અને અંડર – ૧૪માં ચાવડા ખુશી કિશોર દ્વિતીય નંબરે રૂ.૩૦૦૦ અને કોડિયાતર જલ્પા ભાયા તૃતીય નંબરે રૂ.૨૦૦૦ મળતા કુલ રૂ.૧૩૦૦૦ ના ઇનામ માળેવેલા
અંડર – ૧૪માં કુસ્તીમાં ૨૬- ૩૦ કોડિયાતર કાજલ ભાયા તૃતીય નંબરે રૂ.૨૦૦૦ જ્યારે હેન્ડબોલ ટીમમાં (ભાઈઓ) અને બહેનોની ટીમ દ્વિતીય નંબરે આવતા બંને ટીમ મળી રૂ.૪૮૦૦૦ મળેલા આમ સર્વે રમતોમાંની ઇનામી રકમ કુલ રૂ.૧૩૩૨૦૦ ની પ્રાપ્ત કરેલ છે.આમ ખેલ મહાકુંભ અંતર્ગત જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનીને શાળાનું નામ રોશન કરેલ છે.
રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા ગામની શ્રી પુંજાપરા પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાલુકા તથા જિલ્લા કક્ષાની વિવિધ વ્યક્તિગત રમતો તથા ટીમ રમતો જેવીકે એથ્લેટિક્સ, કરાટે, ટેકવેંડો, આર્ચરી, ટેબલ ટેનીસ, કુસ્તી, હેંડબોલ વગેરે જેવી રમતોમાં ભાગ લઈ શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવીને એક લાખ તેંત્રીસ હજાર રૂપિયા જેવી માતબર રકમની ઇનામી રાશિ પ્રાપ્ત કરેલ છે.
જેમાં તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ૧ ગોલ્ડ, ૪ સિલ્વર તથા ૧ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૬ મેડલ પ્રાપ્ત કરી કુલ ૬૦૦૦ જેટલી ઇનામી રાશિ પ્રાપ્ત કરેલ છે. તેમજ જિલ્લા કક્ષાનીટેબલ ટેનિસ તથા લોન ટેનિસ માં ૨ ગોલ્ડ, ૨ સિલ્વર, ૨ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૬ મેડલ, આર્ચરીમાં ૨ ગોલ્ડ્ર, ૧ સિલ્વર, ૧ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૪ મેડલ, કરાટેમા ૨ ગોલ્ડ, ૩ સિલ્વર, ૧ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૫ મેડલ, ટેકવેંડોમાં ૨ સિલ્વર, ૬ બ્રોન્ઝ સહિત કુલ ૮ મેડલ, એથ્લેટિક્સમાં ૨સિલ્વર, ૧ બ્રોન્ઝ સહિત કુલ ૩ મેડલ કુસ્સીમાં ૧ બ્રોન્ઝ મેડલ, હેંડબોલમાં કુમાર તથા કન્ફ્રા એમ બંને ટીમ જીલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે.
આમ તાલુકા તથા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં શ્રીપુંજાપરા પ્રાથમિક શાળા રાણા કંડોરણાના બાળકોએ કુલ ૬ ગોલ્ડ,૧૪ સિલ્વર, ૧૩ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૩૩ મેડલ જીત્યા છે. જિલ્લા કક્ષાની વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ નંબરને ૫૦૦૦, દ્વિતીય નંબરને ૩૦૦૦, તૃતીય નંબરને ૨૦૦૦રૂ. તથા ટીમ રમતમાં કુલ ૪૮૦૦૦ રૂ.એમ કુલ મળી એક લાખ તેંત્રીસ હજાર રૂપિયા ઇનામી રાશિ પ્રાપ્ત કરેલ છે.
જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલા બાળકો રાજ્ય કક્ષાએ આપણા પોરબંદર જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે. ઇનસ્કુલ અંતર્ગત ટ્રેનર રમેશભાઈ ટુકડિયા, ટ્રેનર કૈલાશબેન રાઠવા તથા શિક્ષક ઘેલુભાઈ કાંબલિયા દ્વારા બાળકો ને સમગ્ર વર્ષ દરમિયાન પ્રેક્ટિસ કરાવી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ બાળકો રાજ્યકક્ષાએ નંબર મેળવી શાળા તથા ગામનું નામ રોશન કરે તેવી શ્રી પુંજાપરા પ્રા. શાળા પરીવાર વતી બાળકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામા આવી છે.તેમ પ્રિન્સીપાલ વિજયભાઈ આર. ગલએ જણાવ્યું છે
રિપોર્ટર : વિરમભાઇ કે.આગઠ

