GUJARAT : રાણાવાવના નકલંકધામ ઠોયાણા ખાતે નવદુર્ગા શક્તિ ઉપસના ગરબી મંડળમાં હિન્દુ મુસ્લિમ સાથે ગરબે રમી નવરાત્રીની કરી ભવ્ય ઉજવણી

0
60
meetarticle


માં આધ્યશક્તિનું મહાપર્વ નવરાત્રી ઉત્સવની ઉજવણી હિન્દુ સમાજ દ્વારા જ ઉજવાતી હોય છે,ત્યારે પોરબંદરના રાણાવાવ તાલુકાના નકલંકધામ ઠોયાણામાં માં ના નવલા નોરતા નિમિત્તે નકલંકધામ દ્વારા માં આધ્યા શક્તિની આરાધના એટલે નવદુર્ગા શક્તિ ઉપાસના કરાવવામાં આવી હતી.નકલંકધામમાં મહાકાળી માતા તથા મેલડીમાંના સ્થાન આવેલા છે,તે સિવાય સિકોતરમાં, વિહતમાં, ગાત્રાળમાં, ખોડિયાર માં, નાગબાઈમાં, વેરાઈમાં, દુધઈમાં,વરૂડીમાં, કાલોત્રીમાં, ભુમિપુંજમાં, કંકાઈમાં, રાગોળી અને મોગલમાંના બેસણા છે. તેમજ શનિ દેવ અને રામદેવપીરના ગુરૂ બાબા બાળીનાથ પણ બિરાજે છે અને આ નવરાત્રી પણ મહાકાળી માં અને મેલડી માંની ઈચ્છાથી થાય છે. નકલંકધામ દ્વારા છ વર્ષથી નકલંકધામના સેવક હિન્દુ-મુસ્લિમના નેતૃત્વ હેઠળ આયોજન થઈ રહ્યું છે સાથે આ ગરબી મંડળમાં નાની બાળાઓથી માંડી ૧૨ વર્ષ સુધીની બાળાઓને કોઈપણ જાતની ફી વગર પ્રવેશ આપવામાં આવ્યો હતો સ્લિમ સમાજની બાળાઓ પણ માતાજીની ગરબીમાં ગરબે રમી હતી.બાળાઓ દ્વારા દરરોજ અવનવા માતાજીના ગરબા ઉપર ગરબે ઘુમવામાં આવે છે. દરરોજ એક શક્તિની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. પ્રથમ નોરતે માં સિકોતેર, બીજા નોરતે માં ગાત્રાળ, ત્રીજા નોરતે માં મેલડી, ચોથા નોરતે માં લીરબાઈ પાંચમા નોરતે માં મોગલ, છઠા નોરતે માં ખોડિયાર સાતમા નોરતે માં વિહત આઠમાં નોરતે મહાકાળી માતાની મહાઆરતી તથા નવમા નોરતે માં નાગબાઈની આરતી પણ કરવામાં આવી હતી.દરેક નોરતે આપણી હિંદુ સંસ્કૃતિને જીવંત રાખનાર જેસલ તોરલ, જગડુશા, સતી પાનબાઈ તેમજ દશ અવતારોમાં ના રામ સીતા સ્વયંવર, કૃષ્ણ જન્મોત્સવ, નાગ દમન,બાબા રામદેવપીર, શિવ વિવાહ, ખોડિયારમાં નો હિંડોળો, હરસિદ્ધિમાનો હિંડોળો, નવદુર્ગા દ્વારા મહિષાસુર ના વધનો સહિતના પ્રસંગો ઉજવી તેમજ ગામડાની સંસ્કૃતિ દર્શન વગેરે કાર્યક્રમ બાલિકાઓ દ્વારા ઉસ્તાહ અને ઉમંગ સાથે કરવામાં આવ્યા હતા.


આઠમના દિવસે હવન અને મહાપ્રસાદી પણ યોજાઈ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બની ગરબીઃજગદંબા સમાન બાળાઓને ઈનામનું પણ થયું વિતરણ રામદેવપીર અને શિવ વગેરે પાત્રોને યાદ કરી અભિનય સાથે ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, બાલિકાઓ સારી રીતે ગરબા રમી શકે અને દરેક પાત્રને સારી રીતે ન્યાય આપી શકે એ માટે તૈયારી કરાવનાર અવનીબેન ભુપ્તા અને વિનષાબેન નો ખુબ મોટો સહયોગ રહ્યો હતો. મહાકાલી માંની મહાઆરતીમાં આવેલ બધા માયભક્તો ઘી ના દીવડા પ્રગટાવી માની આરતી કરી હતી, એ દ્રશ્ય અનેસ્ટ હતુ. આઠમા નોરતે યજમાન ભીમાભાઈ નાગાભાઈ દરવર્ષેની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદના યજમાન બન્યા હતા. તેમજ નવરાત્રી માં મહાકાળી અથવા મેલડી વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. એટલુ જ નહી ઠોયાણા ગામ લોકો અને નકલંકધામ સેવકો ગરબીમાં ભાગ લેનાર જગદંબા સ્વરૂપ બાળાઓને દરરોજ મનભાવક લ્હાણીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.સાથે ગરબીમાં પ્રાચીન પરંપરા અનુલક્ષીને પૌરાણિક ગરબા દ્વારા માતાજીની આરાધના કરાઈ હતી. ત્યારે આ ગરબી મંડળમાં આસપાસના ગામના રહેવાસીઓ અને મિત્રોનો સહહ્યોગ રહેલો હતો, ત્યારે નવદુર્ગા શક્તિ ઉપાસના ગરબી મંડળ દ્વારા નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવી હતી, આઠમના દિવસે હોમ હવન સાથે પ્રસાદનું પણ આયોજન કરાયું હતુ તેમજ દશેરાના દિવસે ગરબીમાં ભાગ લઈ રહેલ જગદંબાઓને આકર્ષક લ્હાણી અને ભેટ-સોગાદો આપી માતાજીને પ્રસન્ન કર્યા હતા.નવદુર્ગા શક્તિ ઉપાસના નકલંકધામ તરફથી દરેક બાળ સ્વરૂપ જગદંબાને ઈનામ આપવામાં આવ્યુ હતુ, પોરબંદરના નકલંકધામ ઠોયાણા ખાતે નવદુર્ગા શક્તિ ઉપસના ગરબી મંડળમાં હિન્દુ મુસ્લિમ સાથે ગરબે રમી કોમી ઍકતાનુ ઉદાહરણ પુરુ પાડયું હતું. નવરાત્રી માં ગરબા રમવા અને પ્રસંગોપાત પાત્ર અને આબેહૂબ ભજવવા માટે ની તૈયારી કરાવનાર અવનીબેન ભુપ્તા અને વિનષાબેનોએ માતાજીના પર્વને દિપાવવા અને ગામ લોકો તથા નકલંકધામના સેવક ગણ સાજણભાઈ, અરજણભાઈ, ભીમાભાઈ, મિતેશભાઈ, સાજણબાપા, નાગાભાઈ જયમલભાઈ, રાજુભાઈ, મનીષભાઈ, વિજયભાઈ, જીતુભાઈ, ઇસ્માઇલ ભાઈ, ઘોઘડભાઈ, લીલાભાઈ, દુદાભાઈ, વગેરેએ જહેમત ઉઠાવી હતી.


REPORTER :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here