રાણાવાવ તાલુકા ના ઠોયાણા ગામે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર ધોરણ ૧૨ પાસ થઈ ને બની બેઠેલા ડોક્ટર ભાડાના મકાનમાં દવાખાનું ખોલી તબીબી લાયકાત વગર એલોપેથી દવાઓ, ઇન્જેક્શન આપી બીમાર દર્દીઓ સારવાર કરી માનવ જિંદગીને ખતરામાં મુકતો હોય તેવી એસ. ઓ.જી.પોરબંદર પોલીસ ને બાતમી મળતા બાતમી વાળા ગામે જઈ તપાસ કરતા રાણાવાવના રાણાકંડોરણા ગામે રહેતા વિપુલ બટુકભાઈ સત્યદેવ પાસેથી એલોપેથી દવાઓ, અલગ અલગ જાતની કેપ્સ્યુલ, ઇન્જેક્શન તેમજ મેડિકલ સાધનો અને દર્દીઓ પાસેથી લીધેલ સારવાર ની ફી સહિત ના રૂ. ૮૯૦૬ ના મુદ્દમાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ.
જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ.જાડેજા નાઓ દ્વારા પોરબંદર જીલ્લામા માનવજીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ
જે સુચના અન્વયે પોલીસ ઇન્સપેકટર વાય. જી. માથુકીયા, તથા પોલીસ ઇન્સપેકટર પી. ડી. જાદવનાઓને પોલીસ સ્ટાફને સુચના આપવામાં આવેલ,જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના પો. હેડ કોન્સ. મોહીત રાજેશભાઈ ગોરાણીયા તથા પો.કોન્સ, અરજનભાઈ અરભમભાઈ ઓડેદરા તથા પો.કોન્સ. દિલીપભાઇ જેઠાભાઇ મોઢવાડીયાને બાતમી મળેલ કે, ઠોયાણા ગામે રામ મંદીરની બાજુમા માલદેભાઈ મોઢવાડીયાના મકાનમાં કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ખોલી દર્દીઓ ને દવાઓ આપી સારવાર કરે છે.

તેવી મળેલ તેવી બાતમીના આધારે ઠોયાણા ગામે તપાસ કરતા ભાડા ના મકાનમાં વિપુલબટુકભાઈ સત્યદેવ રહે, રાણાકંડોરણા ગામ વાળો કોઇપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ આપતો હોય તેના કબ્જામાંથી અલગ-અલગ જાતની કેપ્સૂલ તથા ઇંજેકશનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો, રોકડા રૂપીયા મળી કુલ કિંમત રૂપીયા ૮૯૦૬/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

