રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૨૮/૦૭/ ૨૦૨૫ના રોજ થયેલી ગંભીર અને સશસ્ત્ર ધાડનો બનાવ રાણાવાવ તાલુકા ખીજદળ ગામે બન્યો હતો ત્યારે પોરબંદર એલ.સી.બી. સહિતની પોલીસ ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરી લેવામાં આવ્યો હતો. અજાણ્યા છ આરોપીઓએ પ્રાણપાતક હથિયારો સાથે ફરીયાદીના વાડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પરિવારજનો પર જીવલેણ હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૧૯.૭૦ લાખનો મુદામાલ લૂંટી ફરાર થયા હતા.

બનાવ દરમિયાન ફરીયાદીના પૌત્રના ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી તેમજ ફરિયાદીની પત્ની પમીબેન પૌત્ર ને બચાવવા વચ્ચે પડતા આરોપીએ છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ પરિવારજનોને રૂમમાં બંધ કરી કબાટોના લોક તોડી સોનાના દાગીના (આશરે ૨૭ તોલા) તથા રૂ. ૮૦ હજાર રોકડની લૂંટ કરવામાં આવી હતી.
આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૮૦૧૫ ૨૫૦૫૦૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૦(૨), ૩૧૧, ૩૩:૨(બી), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧, ૮૩ તથા જી. પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (IPS) તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ છ આરોપીઓને તા. ૨૯/૦૭/૨૦૨૫ના રોજ ઝડપી લીધા હતા. અને આરોપીઓ પાસેથી લૂંટાયેલ તમામ સોનાના દાગીના તથા રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી.
આ ઘટનાની ત્વરિત પોલીસની સરાહનીય કામગીરીમાં એલ .સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. કાબરીયા, એ.એસ. આઈ બટુકભાઈ વિંઝુડા સહિત રાણાવાવ પોલીસ સ્ટેશન તથા અન્ય અધિકારી- કર્મચારીઓ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની ઝડપી કાર્યવાહી થી ગંભીર ગુનાનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની હતી.
રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ખીજદડ ગામે બનેલ લુંટના બનાવમાં લુંટમાં ગયેલ કુલ-૨૭ તોલા સોનુ પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા(I.P.S) સાહેબના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે તા .૧૬/૧૨/ ૨૦૨૫ ના રોજ ફરિયાદીને સુપ૨ત ક૨વામાં આવેલ.
તા.૨૮/૦૭/૨૦૨૫ ના રોજ અજાણ્યા છ આરોપીઓ ફરીયાદીના કબ્જા ભોગવટાના રહેણાંક વાડી મકાનમાં ગુન્હો કરવાના ઇરાદે પ્રાણઘાતક હથીયાર છરીઓ ધારણ કરી ફરિયાદીના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીને પાણી આપવાનુ કહી ઢીકાપાટુનો મારમારી મોઢે મુંગો દઇ ફરિયાદીના પત્નિ પમીબેનને તથા ફરિયાદીના દિકરાની વહુ જશુબેનને મોઢે મુગો દઈ ફરિયાદી ના પૌત્ર દક્ષ, ઉ.વ.-૮ વર્ષ વાળાને ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારે પમીબેન બચાવવા વચ્ચે પડતા આરોપીએ છરી વડે પમીબેનને બન્ને હાથના આંગળીઓ માં છરીના ઘા મારી ગંભીર ઇજા કરી તથા ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામને રૂમમાં પુરી દઈ બહારથી દરવાજાનો આગરીયો બંધ કરી બન્ને રૂમમાં રાખેલ અલગ-અલગ કબાટોના લોક તોડી તેમજ ચાવી વડે ખોલી કબાટમાં રહેલ સોનાના દાગીના જેમા ૧.સોનાના મંગલસુત્ર-૪, ૨.સોનાના પેંડલ સેટ-3, 3. સોનાના ચેઈન-૨, ૪.સોનાની વીંટી નંગ- ૪, ૫.સોનાની લક્કી-૧ જે લક્કીમાં શીવલીંગ તથા ઓમની ડીઝાઈન રૂદ્રાક્ષના પારા વાળી, ૬.સોનાની બુટ્ટી જોડી-૨ મળી સોનાના દાગીના આશરે ૨૭ તોલા જેની આશરે કી.રૂા.૧૮,૯૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૮૦૦૦૦/-મળી કુલ રૂપીયા-૧૯,૭૦,૦૦૦/- નો મુદામાલ અજાણ્યા છ આરોપીઓ બળ પ્રયોગ કરી ધાડ પાડી લુટ કરી નાશી ગયેલાના બનાવના તમામ આરોપીઓને સત્વરે પોરબંદર એલ.સી.બી.તેમજ અન્ય પોલીસ ટીમવર્કથી શોધી કાઢી ૯૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં આવેલ. જે મુદામલ પૈકી કુલ-૨૭ તોલા સોનુ આજરોજ પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા(I.P.S) નાઓનાં હસ્તે રાજ્ય સ૨કા૨ના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને સુપરત ક૨વામાં આવેલ છે. જેમા નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય સુરજીત મહેડુ તથા એલ.સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર કે. કાંબરીયા ,રાણાવાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એન .એન. તળાવીયા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિરમભાઇ કે.આગઠ

