GUJARAT : રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી રૃ.2.27 કરોડનો દારૃ ઝડપાયો

0
24
meetarticle

ધોળકાના રાયપુર ગામના પાટિયા નજીકથી ટેન્કરમાંથી ૨.૨૭ કરોડનો દારૃ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડયો હતો. પોલીસે દારૃના જથ્થા સાથે રાજસ્થાનના ટેન્કર ડ્રાઇવરની અટકાયત કરી ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. એલસીબીની પ્રાથમિક તપાસમાં દારૃનો જથ્તો જામનગરના બુટલેગરે મંગાવ્યો હતો.

થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ ગુજરાતમાં દારૃ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવે છે. જોકે પોલીસની સતર્કતાને કારણે અનેક વખત બુટલેગરોના આવા કીમિયાઓ પર પાણી ફરી વળે છે.

એલીસીબી ટીમે આજે વટામણ-બગોદરા હાઇવે પરથી ધોળકા તાલુકાના રાયપુર પાટિયા નજીકથી એક શંકાસ્પદ ટેન્કરને આંતરીને તેની તપાસ કરી હતી. ટેન્કરની અંદર બનાવેલા ગુપ્ત ખંડમાંથી વિદેશી દારૃનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃની ૧૫,૫૫૨ બોટલ (૨,૨૭,૦૭,૦૦૦) ટેન્કર વાહન (૨૫,૦૦,૦૦૦), રોકડ (૧,૦૦૦), મોબાઈલ (૫,૦૦૦) મળી કુલ (૨,૨૭,૦૭,૦૦૦)નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એક આરોપી પકડાયો, બે સૂત્રધાર વોન્ટેડ

પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કરના ડ્રાઈવર, મુલારામ દેવરામ જાટ (રહે. બકસરા, બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધો છે. જોકે, આ સમગ્ર દારૃની હેરાફેરીના નેટવર્કના બે મુખ્ય સૂત્રધાર દારૃ સપ્લાય કરનાર અનિલ જગદીશપ્રસાદ પંડયા (રહે. ફતેહપુર સિકરી, રાજસ્થાન) અને દારૃ મંગાવનાર એક અજાણી વ્યક્તિ (જામનગર)નો હજી પોલીસ પકડથી દૂર છે અને તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.  એલીસીબીએ કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અને આ દારૃનો જથ્થો ક્યાં મોકલવામાં આવવાનો હતો તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here