અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલા ૨૧ વર્ષ જૂના રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી મુકેશ ઉર્ફે મહેશ લક્ષ્મણભાઈ વસાવા (ઉં.વ. ૫૦, હાલ રહે. ફૂલવાડી, ઝઘડિયા) ને ઝઘડિયા ખાતેથી ઝડપી લીધો હતો. યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

