રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મહાદેવના દર્શન કરતા પૂર્વે દિગ્વિજયદ્વાર સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી.

અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પકર્તા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે સરદાર સાહેબની ભાવવંદના કરી દેશ માટે કરેલા યોગદાનનું સ્મરણ કર્યું હતું.
સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી, ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યાં હતાં.
રીપોર્ટ : દિપક જોષી ગીર સોમનાથ

