વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકાના ભૂરિયા ગામે 11મુખી હનુમાનજીની જોધપુરી લાલ પથ્થર માંથી નિર્મિત ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમા નુ નિર્માણ કરાવનાર અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અની અખાડાના મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ ના પાવન સાનિધ્યમાં કોરોના કાલથી દર શનિવારે નિયમિત વિશ્વ કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની શ્રુંખલા માં શાસ્ત્રી વિક્રમભાઈ લુણીશંકર દવેના કંઠે સતત 260મા શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો હતો

11મુખી હનુમાનજી આશ્રમ ભૂરિયા ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન 11મુખી હનુમાન દાદા નો અન્નકૂટ તથા ગોવર્ધન પૂજન કાર્યક્રમ યોજાયો તહેવાર ના દિવસો દરમિયાન પરચાધારી દાદાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે
અહેવાલ : પ્રધાનજી ઠાકોર

