GUJARAT : રાહ ૧૦૮ ની ટીમને પ્રસુતિ પીડાનો કોલ મળતા સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક ને નવજીવન બક્ષ્યું

0
54
meetarticle

થરાદ તાલુકાના ખોડા ગામના વાડી વિસ્તારમાં રહેતાં બેનને પ્રુસુતીની પીડા ઉપડતા જ તેમના પતિએ 108 ને કોલ કર્યો હતો.આ કોલ રાહ 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની ટીમ ને મળતા ૧૦૮ ના ઈએમટી અશોકભાઈ સાધુ અને પાઈલોટ સેધાભાઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.

ઘટના સ્થળ પર પહોંચ્યાં પછી EMT દ્રારા તપાસ કરતા સગર્ભાની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા તરત જ એમ્બ્યુલન્સ માં લઈ ને હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા હતા પરંતુ થોડાક જ આગળ જતા ઈએમટી અશોકભાઈ દ્વાર દર્દી ને તપાસ કરતા બાળક નું માથું બહાર દેખાતું હોવાથી એમ્બ્યુલન્સ સાઈડ કરાવી ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરાવી પડે તેમ હોવાથી આથી ઈએમટી દ્વારા અમદાવાદ ખાતે 108 ના ડૉ ને દર્દીની સંપૂર્ણ માહિતી આપી તેમની સલાહ મુજબ અને ૧૦૮ ના પાયલોટ સેધાભાઈ ની મદદ વડે એમ્બુલન્સમાં જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવવામાં આવ્યો હતો. તથા વધુ સારવાર અર્થે માતા અને બાળક ને સામુહીક આરોગ્ય કેન્દ્ર પીલુડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળક નો જન્મ થતા પરિવાર માં હર્ષોલ્લાસ ની લાગણી ફેલાઈ હતી. આમ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરાપણ વિલંબ કર્યા વગર એમ્બુલન્સમાં જ ડિલિવરી કરાવતા માતા અને બાળક ને નવજીવન મળ્યું હતું. પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી અને EME નીતિન ગોરાદરા દ્રારા ટીમ ની પ્રશનીય કામગીરી બદલ બિરદાવવા માં આવ્યા હતા.

અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here