GUJARAT : ‘રેવા ના તાલે’ નવરાત્રિ મહોત્સવ: અંકલેશ્વરમાં બોલિવૂડ કલાકારોથી જામશે ગરબાની રમઝટ

0
46
meetarticle


અંકલેશ્વરમાં શ્વેતા ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ‘રેવા ના તાલે’ શીર્ષક હેઠળ અવસર પાર્ટી પ્લોટ, કાપોદરા પાટિયા નજીક ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિમ્ફોનિક ગરબા મહોત્સવમાં બોલિવૂડ અને સંગીત જગતના જાણીતા કલાકારો હાજર રહી ગરબાની રોનક વધારશે.આયોજક સંકેત પટેલે જણાવ્યું હતું કે, આ ભવ્ય આયોજનને એસ.પી. જ્વેલર્સ અને એમ.યુ. હ્યુન્ડાઈનો સહયોગ મળ્યો છે. કાર્યક્રમની વિશેષતા એ છે કે 21 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’ના હીરો, અભિનેતા વત્સલ શેઠ ખાસ હાજરી આપશે.


વધુમાં, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયન આઈડલ ફેમ મિસસી બાસુ પોતાના સુરીલા અવાજથી ગરબાની રમઝટ બોલાવશે. તેમની સાથે લોકપ્રિય ગાયકો રાઘવ અને મુંદ્રા પણ ખેલૈયાઓને ઝૂમવા માટે મજબૂર કરશે. આયોજકોએ તમામ ગરબા પ્રેમીઓને આ ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. આયોજનને લઈને અંકલેશ્વરના ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here