GUJARAT : રોડ સાઈડમાં ઉભેલા ટ્રકને ટક્કર મારતા આઈસર ચાલકનું મોત

0
33
meetarticle

તારાપુર-વટામણ સ્ટેટ હાઇવે પર કસબારા ગામ નજીક આવેલા એક ઢાબા પાસે રોડની સાઈડમાં ઊભેલા ટ્રક પાછળ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલું આઇસર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ આઈસર ચાલકનું મોત નિપજ્યું હતું.

કસબારા ગામ નજીક આવેલા એક ઢાબા પાસે રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રકને પાછળથી પૂરપાટ આવેલા આઇસરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આઇસરનું કેબિન ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થતાં ચાલક લોહી લુહાણ હાલતમાં અંદર ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી ચાલકને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને ટ્રક ચાલક સંત કુમાર નારાયણ સિંહ તોમર (રહે. ભરવાઈ, મધ્યપ્રદેશ) દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે તારાપુર પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here