લાઠી તાલુકાના મતિરાળા ગામે નિવૃત આર્મીમેનને ભાગમાં વાવવા આપેલી વાડીમાં મોટા પાયે થયેલા ગાંજાના વાવેતર પર પોલીસે ત્રાટકી ૧૫૫ કિલો અને ૮૬૫ ગ્રામ ગાંજાના છોડ સાથે વાડી ભાગિયા શખ્સને પકડી પાડયો છે.

બનાવની વધુ વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે લાઠી તાલુકાના મતિરાળા ગામની સીમમાં ગાંજાના છોડનું મોટું વાવેતર થયું છે.આથી એસઓજી પોલીસ ઈન્સપેકટર ચૌધરી અને સ્ટાફ સીમમાં પહોંચ્યો હતો. જેમાં નિવૃત આર્મીમેન બાબુભાઈ ડેરની દસ વીઘાની વાડીએ તપાસ કરતા કપાસના છોડની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું.આ વાડી કેરાળાના વતની છનાભાઈ પંચાલ ભાગિયુ રાખીને વાવતા હતા.વિશેષ તપાસમાં એવુ બહાર આવ્યું હતું કે તે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભાગિયું વાવતા હતા. એણે વાડી માલિકને અંધારામાં રાખી ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે આરોપી છનાભાઈ પંચાલની ધરપકડ કરી ૧૫૫ કિલો અને ૮૬૫ ગ્રામ ગાંજાના ૪૮ છોડ કબજે કર્યા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છનાભાઈ વારંવાર જૂનાગઢ સાધુઓ પાસે જતો હતો અને ત્યાંથી ગાંજાના છોડના બીજ લાવ્યો હતો. વિશેષ તપાસમાં એવુ બહાર આવ્યું હતું કે તે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભાગિયું વાવતા હતા. એણે વાડી માલિકને અંધારામાં રાખી ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે આરોપી છનાભાઈ પંચાલની ધરપકડ કરી ૧૫૫ કિલો અને ૮૬૫ ગ્રામ ગાંજાના ૪૮ છોડ કબજે કર્યા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છનાભાઈ વારંવાર જૂનાગઢ સાધુઓ પાસે જતો હતો અને ત્યાંથી ગાંજાના છોડના બીજ લાવ્યો હતો.

