શહેરાનગર પાલિકામાં તાલુકાના સાત જેટલા ગામોને જોડવાના નોટીફિકેશનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે.વરિયારના ગ્રામજનોના વિરોધ બાદ લાભી ગામના ગ્રામજનોએ આ મામલે વિરોધ દર્શાવી રોષ પ્રગટ કર્યો છે.

વરિયાલ,ઝોઝ, મીઠાપુર-ખરેડીયા ગ્રુપ, લાભી,હોસેલાવ ,ભદ્રાલા, વાંટાવછોડા સહિતના ગામોનો સમાવેશ શહેરા નગરપાલિકામા કરવા આવ્યો હોવાની નોટીફિકેશન જાહેર થતા શહેરા તાલુકાના લાભી ગામના ગ્રામજનો પણ વિરોધ નોધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છેકે શહેરા પાલિકામા અમારુ ગામ જોડાવા કરવા અંગે કોઈ ગ્રામજનો કે અગ્રણીઓને પણ પુછવામા આવ્યુ નથી. આ પહેલા પણ આ અંગે સરકારના સંબંધિત વિભાગોમા પણ લાભી ગામને શહેરા નગરપાલિકામાં ન જોડવામા આવે તેવી લેખિત રજુઆત ઉચ્ચકક્ષા સુધી પણ કરવામા આવી છે. પણ હજી સુધી તેનો કોઈ પણ પ્રત્યુતર મળ્યો નથી તેવુ ગ્રામજનોનુ જણાવવું છે.

