લીંબાસી પંથકની મનોદિવ્યાંગ મહિલાને અવાવરું જગ્યાએ લઈ જઈ બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી..લીંબાસી પંથકની ૪૦ વર્ષના આસરાની મનોદિવ્યાંગ મહિલા તા.૭/૧૧/૨૦૨૫ની રાત્રે ઘરે એકલી હતી. દરમિયાન તેની એકલતાનો લાભ ઉઠાવી ઉમેશભાઈ રમણભાઈ પ્રજાપતિ તેમજ દિનેશભાઈ વિનુભાઈ ચુનારા (બંને રહે. વસ્તાણા) અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. બાદમાં મનોદિવ્યાંગ મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે પીડિતાના પિતાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


