વડગામ તાલુકાના જીવાદોરી સમાના ગણાતા મુક્તેશ્વર ડેમમાં ઉપર વાસ માંથી પાણીની આવક થતા ડેમ માંથી સરસ્વતી નદીમાં છેલ્લા 22 થી પાણી વહેતા નદી કાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે નદી કાંઠાના આજુબાજુના 3 કિમી સુધીના ખેડૂતો બોરના પાણીના તળ ઊંચા આવશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.

વડગામ તાલુકાના જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમ છેલ્લે 2017 માં છલકાયો હતો. અને ત્યાર બાદ ડેમ માં ચોમાસા પહેલા 25 ટકા કરતા ઓછું પાણી વધ્યું હતું. ત્યાર બાદ 8 વરસે ડેમ ફરીથી છલકાયો હતો. જેમાં આ વરસે ઉપર વાસમાં સતત વરસાદ પડતા ડેમ 100 ટકા ભરાઇ ગયો હતો અને ડેમ માંથી 24 ઓગસ્ટે પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપર વાસ માં સતત વરસાદ વરસતાં છેલ્લા 22 દિવસ થી નદીમાં પાણી ચાલુ છે અને જે સિધ્ધપુર આશરે 5 દિવસ પહેલા પહોંચી ગયું હતું. ત્યારે નદીમાં સતત 22 દિવસ થી વહેતા પાણી ને લીધે નદી કાંઠાના આજુબાજુના 3 કિમી ના વિસ્તાર સુધીના બોર ના પાણી ના તળ ઊંચા આવશે તેવું સ્થાનિકો નું કહેવું છે. અને જેને લઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે આટલા વર્ષોથી સૂકી સરસ્વતી નદી જીવંત થયી છે. અને ખેડૂતો અને પશુ પાલકો ને જેનો થકી નવો ઉદય થાય અને તેમની પ્રગતિ થાય તેવું લાગી રહ્યું છે.
બોક્ષ – 150 થી 70 ફુટે પાણી આવ્યા – લાલજી ઠાકોર નિઝામપુરા સરપંચ
અંગે મુક્તેશ્વર ડેમ નજીક આવેલ નિઝામપુરા ગામના સરપંચ અને ભાજપ અગ્રણી લાલજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 150 ફુટે પથ્થર લાગે છે. જેથી બોર્ડ 150 ફુટ થી ઊંડા થતા નથી. ગયા ઉનાળા માં અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકોના પાણી ના હોવાથી બોર બંધ થયા હતા. હવે પાસા બોર જીવંત થયા છે અને હાલ 50 થી 70 ફુટે પાણી થયી ગયું છે.
બોક્ષ – વર્ષો પસી નદી જીવંત થતાં પાણી ઊંચા આવશે – અસ્લમ ખાન બિહારી ખેડૂત અગ્રણી.નગાણા
અંગે નગાણા ગામના અગ્રણી અને આધુનિક પદ્ધતિ થી વિવિધ પ્રકારની ખેતી કરતા અસ્લમખાન બિહારી એ જણાવ્યું હતું કે વર્ષો પસી નદી જીવંત નદી કાંઠાના ગામોના ખેડૂતો ના બંધ પડેલા બોર જીવંત થશે અને જેના થકી તેઓ ખેતી કરી પોતાની આર્થિક પરિસ્થિતિ માં સુધારો આવશે અને જે ચોમાસા પહેલા 500 થી 600 ફૂટે પાણી હતા તે હવે 350 થી 450 ફુટે આવશે.
બોક્ષ નદી જીવંત થતાં 20 કરતા વધુ ગામોને ફાયદો
મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદી માં પાણી છોડતાં 20 કરતા વધુ ગામોને ફાયદો થશે.જેમાં વડગામ તાલુકાના મુક્તેશ્વર,નિઝામપુરા,તાજપુરા,શેરપુરા,ચિત્રોડા,પાંચડા,સલેમકોટ, બાદરપુરા, મેપડા, પેપોળ, મેગાળ, નાગરપુરા,પિલુચા, ડાલવાણા, થલવાડા અને સિધ્ધપુર તાલુકાના નાગવાસણ, લુખાસણ,સંડેરી, સમોડા, ચાટાવાડા સહિત કેટલાય ગામો અને નદી કાંઠાના આજુબાજુ 3 કિમી સુધીન ગામોના પાણી તળ ઊંચા આવશે તેવું સ્થાનિકો નું માનવું છે. ત્યારે આ અંગે ડેમના અધિકારી રાકેશભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે મુક્તેશ્વર ડેમ થી સિધ્ધપુર સુધી લગભગ 45 કિમી જેટલું સરસ્વતી નદી નું અંતર છે. અને 23 દિવસ કરતાં વધુ નદી ચાલતાં ખેડૂતો ન બોર જીવંત થયા છે અને શિયાળુ પાક માટે નેર માં સિંચાઈ માટે નું પાણી પણ ખેડૂતોને આપવામાં આવશે અને સિધ્ધપુર તાલુકાના લુખાસણ અને નાગવાસણ નજીક સરસ્વતી નદીમાં ઉમરેચા બેરેજ(ચેકડેમ) બનાવવાથી અને તેમાં
પાણી ભરાઈ રેવાથી સિધ્ધપુર અને વડગામ તાલુકાના આજુબાજુ 5 કિમી સુધીના ગામોના પાણીના તળ પણ ઊંચા આવશે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

