વડગામના ડાલવાણા( રણછોડપુરા) બાજુમાં ક્રિકેટ મેદાનની બાજુમાં આવેલી સબસ્ટેરાનની બંધ વિજ લાઇનના આઠ થાંભલા ના વાયર કાપી રાત્રે ૧૧-૦૦ વાગ્યે ચોરો નીકળ્યા હતા. ત્યારે આ અંગે જાણ આજુબાજુ ખેતર માલિકોને થતા રીક્ષાનો પીસો કરે લ અને સિદ્ધપુર નજીક લાલપુર ગામની બાજુમાં આ લોકો રીક્ષા મુકી નાસી ગયા હતા. ત્યારે પીસો કરનાર પિલુચા ગામના વતની અને સબ સ્ટેશન પાસલ આવેલ ખેતરના માલિક ચતરાજી હેમતાજી રાજપૂત અને નરેશસિંહ ચતરાજી રાણા સહિત લોકોએ સિદ્ધપુર પોલીસનો કોન્ટક કર્યો હતો. અને પોલીસ ને સ્થળ ઉપર બોલાવીથી રીક્ષા નંબર GJ.02.vv.6929, રીક્ષા માંથી મળેલ લાઇસન્સ સહિતના કાગળો અને પકડેલ મુદ્દામાલ પોલીસ ને સોંપી આખી ઘટના ની જાણ કરી હતી. જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બે દિવસ પહેલા ખેતરોની ફેન્સિંગ ઝાળીના તાર કપાયા
ત્યારે ડાલવાણા( રણછોડપુરા)માં
બે દિવસ પહેલા ગામમાં અજાણ્યા ચોરોએ રોશની જગ્યાએ બે ખેતરની ફેન્સિંગ ઝાળી કાપીને આવી એક ઘરને નિશાન બનાવ્યું હતું. અને ત્યાર બાદ બીજા દિવસે પણ બે ખેતરો ની ફેન્સિંગ ઝાળી કાપી હોવાનું ગામમાં જાણવા મળ્યું હતું અને ત્યાર બાદ ફરીથી આ જી.યી.બી ના તારની ચોરી થયી છે. જેને લઇ પોલીસ દ્વારા રાત્રિ દરમ્યાન સઘન ચેકીંગ કરવામાં આવે અને જે આ તાર કાપી લઈ જતા ચોરો રીક્ષા મૂકી નાશી ગયા છે. તેમણે તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.
પ્રતિનિધિ: દિપક પુરબીયા

