વડગામ તાલુકાના ટીબાચુડી ગામે બંધ મકાનમાં લાગી આગ ગણી જહેમત બાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો ઘરમા રહેલ ફિજ સોફા ઘરના લાકડાંના દરવાજા તમામ બળીને ખાખ લાખો રૂપિયા નુ નુકસાન થયુ હતુ

ટીંબાચુડી ગામે દિનેશભાઇ ખેમા ભાઈ ચોહાણ રાત્રે દરમિયાન પોતાની દિકરીને મળવા ગામ ધીણોજ મળવા ગયા હતા તે દરમિયાન ટીબાચુડી ગામે એમના મકાનમાં સોટ સર્કિટના કારણે અચાનક ઘરમા આગ લાગવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે

આગ એટલી ભયંકર હતી કે ઘર વખરી સંપુર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી આગના સમાચાર ગામ લોકો ને થતા લોકો ના ટોળેટોળાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા આગના સમાચાર છાપી પોલીસ અને ફાયરબ્રિગેડ ને થતા ઘટનાસ્થળે આવી પોહચી ગણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ઘરમા રહેલ તમામ ઘરવખરી સામાન બળીને ખાખ થઈ જતા ઘર માલીકને લાખો રૂપિયા નું નુકસાન થયુ હતુ
પ્રતિનિધિ: દિપક પુરબીયા

