વડગામ તાલુકાના ગામોમાંથી મેરવાડા રતનપુર માં લોકનિકેતન ખાતે આવેલ બી.એડ સહિત વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા વડગામ તાલુકાના વિધાર્થીઓએ પુલ ના કારણે મોટી બસો બંધ કરતા ભારે પરેશાની ભોગવી પડે છે.અને હાલમાં મેરવાડા જર્જરીત બ્રિજના કારણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

જેના લીધે વડગામ તાલુકાથી મેરવાડા, રતનપુર પરથી પસાર થઇ રહેલી એસ.ટી બસ સેવાઓ બંધ કરવામાં આવેલ છે.પણ વડગામથી લોકનિકેતન બી.એડ કોલેજ તનપુરમાં અભ્યાસ કરવા જતા વિધાર્થીઓને અન્ય કોઈ બસ સેવાનો લાભ મળતો નથી અને વિધાર્થીને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફો પડી રહી છે. તેથી વડગામ થી લોકનિકેતન બી.એડ કોલેજ રતનપુર વિધાર્થીઓ માટે સવારે- 7 કલાકે વડગામથી રતનપુર અને બપોરે-1 કલાકે અનપુરથી વડગામ મીની બસ સેવા ચાલુ કરાવવા વડગામ ગામના લોકોએ પાલનપુર એસ.ટી નિગમ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. જેને લઇ તાત્કાલિક એસ.ટી વિભાગ દ્વારા મીની બસો ચાલુ કરવામાં આવે તેવું લોકોએ જણાવ્યું હતું.
પ્રતિનિધિ :દિપક પુરબીયા

