GUJARAT : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પનાને સાકાર કરવા તમામ દેશવાસીઓની સભાગીદારીતા અત્યંત જરૂરી છે – કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા

0
36
meetarticle

પ્રચંડ જનમેદની સાથે કરમસદથી કેવડિયા સુધીની 150 કિમીની વિશાળકાય રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામે પહોંચતા યોજાયેલા ગ્રામસભામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઇશ્વર પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ સંબોધન ગ્રામજનોને સંબોધન કર્યું હતું

રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ
કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ અખંડ ભારતના પ્રણેતા સરદાર સાહેબને સમર્પિત આ રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં સહભાગી થવાનો અવસર તેમના માટે સૌભાગ્યની વાત છે.

ગ્રામસભાના પ્રારંભે મહાનુભાવોએ ભદામ ગામે ૧૯૭૨ માં સ્વાતંત્રતા સેનાનીઓ દ્વારા નિર્મિત તે સમયની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. આ તકે, ગામના વરિષ્ઠ નાગરિકો, સ્વાતંત્રતા સેનાનીઓના પરિવારજનોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યુ હતુ.

સાંસદ મનસુખભાઈ વસાવા. સહીત કાર્યક્રમમાં ઉપસ્થિત દેશભરના પદયાત્રિકો, એનસીસી-એનએસએસના કેડેટ્સ, માય ભારતના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશોને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાયાં હતા

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here