GUJARAT : વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ

0
60
meetarticle

વડોદરાના ચાપડ રોડ પરના એક બંગલામાંથી સાયબર સેલે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડી ત્રણ જણાની ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં યુએસમાં લોન મંજૂરીના નામે લોકોને ફસાવીને ડોલર પડાવી લેવામાં આવતા હોવાની વિગતો ખૂલી છે.જેથી ચાર દિવસના રિમાન્ડ મેળવી નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.

ચાપડ રોડ પરના વિન્ટેજ બંગ્લોઝમાં કોલ સેન્ટર ચાલતું હોવાની વિગતો મળતાં સાયબર સેલે મધરાતે દરોડો પાડયો હતો.જે દરમિયાન લેપટોપ અને છ મોબાઇલ સાથે માસ્ટર માઇન્ડ સ્વયં રાઉત,સ્નેહ પટેલ અને અંશ પંચાલ પકડાઇ ગયા હતા.

પોલીસે લેપટોપ અને મોબાઇલ તપાસતાં યુએસના નંબરો સાથેના એ કે-૪૭ બેકઅપ નામના ગુ્રપ,ડોલર રીસીવ ડોલર ગુ્રપ,મિ.વર્ક, સુપર સેલ્સમેન અને અમ્મુ નામની વિગતો જાણવા મળી હતી,તેમજ અલગ અલગ ફાઇલો ખૂલી હતી.પોલીસની પૂછપરછ દરમિયાન અંશ અને સ્નેહ યુએસમાં લોન ઇચ્છુકોનો સંપર્ક કરી પ્રિપેઇડ કાર્ડની ડીટેલ મેળવતા હતા.આ વિગતો ટેલિગ્રામ ગુ્રપ અને સુપર સેલ્સમેન ગુ્રપને ટ્રાન્સફર કરતા હતા.ત્યારબાદ પ્રોસ્પર ફંડિંગના નામે લોન મંજૂર થઇ હોવાના ડોક્યુમેન્ટ્સ મોકલી કમિશન તેમજ પ્રોસેસિંગ ફી ના નામે રૃપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા.જેમાં અમ્મુ વિદેશી નાણાંનું કમિશન કાપી મિ.વર્કના વોલેટમાં યુએસડીટીથી રૃપિયા ટ્રાન્સફર કરતો હતો.સ્વયં રાઉત આ નાણાં કલેક્ટ કરતો હતો.

આ રકમ યુએસના જુદાજુદા બનાવેલા ગુ્રપના સભ્યો પાસે કલેક્ટ કરાવી આંગડિયા તેમજ હવાલાથી ટ્રાન્સફર કરાવી લેતા હોવાની પોલીસને માહિતી મળી છે.જેથી પોલીસે ત્રણેય જણાને રિમાન્ડ પર લઇ કેટલા સમયથી નેટવર્ક ચાલતું હતું અને કેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે તેની વિગતવાર તપાસ શરૃ કરી છે.

નેટવર્કમાં સંડોવાયેલા આરોપીઓની વિગત અને ભૂમિકા

નામ સરનામું ભૂમિકા

સ્વયં અરૃણ રાવત નંદ સોસાયટી,અક્ષરચોક,વડોદરા માસ્ટર માઇન્ડ,લોન ધારકોના કૌભાંડીઓ સાથે સામેલ

સ્નેહ મુકુંદ પટેલ પ્રકૃતિ ફ્લેટ્સ,દરબાર ચોકડી,માંજલપુર ક્રેડિટ કાર્ડની વિગતો લઇ યુએસના ગ્રુપોને હતો

અંશ હિતેષ પંચાલ પુષ્પ હાઇટ્સ,માંજલપુર ઉપર મુજબ

એ કે-૪૭ બેકઅપ ગ્રુપ યુએસ ટેક્સ અને વોઇસમેસેજ માટે

ડોલર રીચીસ ડોલર ગુ્રપ યુએસ લોન પ્રોસેસિંગ અને કમિશન ની રકમનું કલેક્શન

મિ.વર્ક યુએસ ક્રેડિટ કાર્ડની વિગતો લેવી

ટેલિગ્રામ ગ્રુપ સુપર સેલ્સમેન યુએસ ડોલર કન્વર્ટ કરવાનું કામ

અમ્મુ યુએસ મિ.વર્ક કહે તે વોલેટમાં રકમ ટ્રાન્સફર કરવી

સુપર સેલ્સમેન ગ્રુપમાં 5,ડોલર ગ્રુપમાં 4 સભ્યો

ચાર મહિનાથી વિન્ટેજ બંગલો ભાડે લીધો હતો

પોલીસને મળેલી વિગતો મુજબ, યુએસના મોબાઇલ નંબરવાળા સુપર સેલ્સ ગુ્રપમાં કુલ પાંચ સભ્યો છે.જેમાં સૌથી પહેલું નામ વડોદરાના માસ્ટર માઇન્ડ સ્વયં રાવતનું છે.જ્યારે,ડોલર રીસીવ ડોલર ગુ્રપમાં અમ્મુ સહિત ચાર સભ્યો હતા.

સાયબર સેલના હેકો સુરેન્દ્રભાઇ અને ટીમે દરોડો પાડી પૂછપરછ કરતાં બંગલાના માલિક કોઇ પાટીદાર હોવાની અને ચાર મહિના પહેલાં ભાડે લીધો હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસ બંગલાના માલિકની પણ પૂછપરછ કરનાર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here