GUJARAT : વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ 80 થી વધુ વિદેશીઓને ફસાવ્યા

0
33
meetarticle

વડોદરાના બિલ-ચાપડ રોડ પરના બંગલામાંથી પકડાયેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના નેટવર્કમાં પકડાયેલા ત્રણ ભેજાબાજોએ લોન આપવાના નામે વિદેશીઓ પાસેથી બે મહિનામાં અંદાજે ૩૦ લાખ થી વધુ રકમ પડાવી લીધી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

ચાપડ રોડના વિન્ટેજ બંગલામાં સાયબર સેલે દરોડો પાડી ઇન્ટરનેશલ કોલ સેન્ટરના નેટવર્કનો ભાંડો ફોડયો હતો.જેમાં પકડાયેલા સ્વયં રાવત,સ્નેહ પટેલ અને અંશ પંચાલ નામના ત્રણ યુવકો યુએસમાં લોન ઇચ્છુકો સાથે પ્રોસ્પર ફંડિંગના કર્મચારી તરીકે વાત કરી લોન મંજૂર કરી હોવાના ડોક્યુમેન્ટ મોકલતા હતા.

સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂત અને પીઆઇ જેડી પરમારે ઉપરોક્ત નેટવર્કની તપાસ માટે જુદીજુદી ટીમો બનાવી છે.જેમાં પ્રાથમિક તબક્કે પકડાયેલા ત્રણેય યુવકો બે મહિનાથી નેટવર્ક ચલાવતા હોવાની અને ૮૦ થી વધુ વિદેશીઓને ફસાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.ભેજાબાજોએ આ પેટે રૃ.૩૦ લાખ થી વધુ રકમ પડાવી લીધી હોવાનું પણ મનાય છે.પરંતુ તેની સાચી વિગતો આંગડિયા અને બેન્ક એકાઉન્ટની તપાસ પછી બહાર આવશે.પોલીસ છ મોબાઇલ અને લેપટોપની તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેનાર છે.તેમણે બંગલામાં સર્ચ પણ કર્યું હતું,પરંતુ વધુ કાંઇ મળ્યું નથી.પોલીસે કહ્યું હતું કે,રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય જણામાંથી સ્વયં રાવત(નંદ સોસાયટી,અક્ષરચોક) ઇ.સી. એન્જિનિયર છે.જ્યારે,સ્નેહ પટેલ(પ્રકૃતિ ફ્લેટ્સ,માંજલપુર) અને અંશ પંચાલ(પુષ્પ ટેનામેન્ટ,માંજલપુર)તેના મિત્રો અને કૌભાંડમાં સહભાગી હતા.જેથી કોને કેટલી રકમ મળી છે તેની તપાસ કરાઇ રહી છે.

91000 ડોલરની રિકવરી માટે છાણીના યુવકનું અપહરણ કરનાર ત્રણ પકડાયા

ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના નેટવર્કમાં પકડાયેલા સ્વયં રાવતની છાણીના યુવકના અપહરણ કેસમાં પૂછપરછ કરવામાં આવનાર છે.

છાણીના કર્મવીર પટેલ નામનો યુવક યુએસમાં ડોલર  પિકઅપ કરાવી બીજે  પહોંચાડવાનું કામ કરતો હોવાથી તેણે કેલેફોર્નિયાથી ૯૧ હજાર ડોલર પિકઅપ કરાવ્યા હતા.જેમાં કોલ સેન્ટરના કેસમાં પકડાયેલા સ્વયં રાવતનું પણ નામ બહાર આવ્યું હતું.

કર્મવીરે પિકઅપ કરાવેલા ડોલર જે તે સ્થળે નહિ પહોંચતા તેને કામ સોંપનાર નડિયાદના હર્ષિલ રબારી અને સાગરીતોએ ૨૭લાખ લીધા હતા અને અપહરણ કર્યું હતું.જે કેસમાં છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ હર્ષિલ રબારી,વડોદરાના નાગરવાડા ના હાર્દિક ડોંગરે અને લીમડીના લાલા ભરવાડની ધરપકડ કરી રવિવાર સુધી રિમાન્ડ લીધા છે.

વિદેશી લોન ઇચ્છુકોની ડીટેલ વ્યક્તિ દીઠ રૃ.૯૦માં મળતી હતી

સાયબર સેલની પ્રાથમિક પૂછપરછમાં વિદેશમાં લોન માટે એપ્લાય કરનારાઓની માહિતી માટે કોલ સેન્ટર ચલાવતા સ્વયં રાવત અને તેના સાગરીતો વિદેશના ગુ્રપ મેમ્બર્સના સંપર્કમાં રહી લોન ઇચ્છુકોની ડીટેલ મેળવતા હતા, અને વ્યક્તિ દીઠ રૃ.૯૦ લેખે પેમેન્ટ ચૂકવતા હોવાની વિગતો બહાર આવી છે.જેથી પોલીસ લોન ઇચ્છુકોની ડીટેલ પુરી પાડતા લોકોની પણ માહિતી મેળવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here