વડોદરા શહેર અને ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. શહેરનો સૌથી નાનો કરાટે બ્લેક બેલ્ટ ખેલાડી સારવ ચિરાગ શાહ એ આજે પોતાની પ્રતિષ્ઠિત Dan Grade Black Belt Degree પ્રાપ્ત કરી છે.

માત્ર 4.5 વર્ષની વયે કરાટે સફરનો પ્રારંભ
સારવ મે 2023 માં માત્ર 4.5 વર્ષની વયે કરાટેની શરૂઆત કરી હતી.
તેણે વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ ઓથોરિટી કોમ્પ્લેક્ષ ખાતે કાતા અને કુંમીતેનું શિક્ષણ લીધું.
પ્રશિક્ષણ શરૂ કર્યા બાદ માત્ર બે મહિનામાં સારવ પ્રથમ ટુર્નામેન્ટ દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે રમી અનેl
• કાતા – ગોલ્ડ મેડલ
કુંમીતે – સિલ્વર મેડલ
6 વર્ષની વયે જ 15 મેડલ્સ
કઠોર મહેનત અને અનુશાસનથી સારવ અત્યાર સુધીમાં કુલ 15 મેડલ્સ જીત્યા છે:
• 🥇 10 ગોલ્ડ
• 🥈 3 સિલ્વર
• 🥉 2 બ્રોન્ઝ
તેમજ સ્કૂલ સ્તરે મેજર ધ્યાનચંદ એવોર્ડ થી સન્માનિત થયો છે.
કોચીસનું માર્ગદર્શન
સારવની સફળતા પાછળ તેમના કોચીસ
રીંકુ મેમ, વિકાસ સર, આદિત્ય સર, રિતેશ સર
અને International Wado Federation of India ની સમગ્ર ટીમનું અમૂલ્ય યોગદાન છે.
માત્ર 6 વર્ષની ઉંમરે સારવ ચિરાગ શાહ અનુશાસન, આત્મવિશ્વાસ અને મહેનતના બળે શહેરનું ગૌરવ બનતો જાય છે.

