GUJARAT : વડોદરામાં નકલી PSIનો ‘ખેલ’ ખતમ: તાંદલજાના લક્ઝુરિયસ બંગલામાં SOGનો દરોડો, ખાખી વર્દી, એરગન અને ડુપ્લીકેટ સિક્કાઓનો પર્દાફાશ

0
27
meetarticle

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના એક વૈભવી બંગલામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકેની ખોટી ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતા એક શખ્સને વડોદરા એસઓજી (SOG) એ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. વાસણા-તાંદલજા રોડ પર આવેલા અલકબીર બંગલોમાં રહેતો ૩૮ વર્ષીય મોબીન ઇકબાલભાઇ સોદાગર નામનો શખ્સ પીએસઆઇ હોવાનો દાવો કરી જમીન લે-વેચના વ્યવહારોમાં લોકોને દમ મારી મોટા પાયે ‘તોડ’ કરતો હોવાનું બહાર આવ્યું છે. બાતમીના આધારે પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ કરાયેલા દરોડામાં આરોપીના ઘરેથી નંબર પ્લેટ વગરની બે લક્ઝુરિયસ ગાડીઓ, પોલીસ યુનિફોર્મ, નકલી આઈકાર્ડ અને એરગન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


​તપાસ દરમિયાન આરોપી પાસેથી ૨૨ નકલી સરકારી સિક્કાઓ મળી આવ્યા છે, જેમાં એસઆઈટી (SIT) ગાંધીનગરના એસપી કક્ષાના સિક્કાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વ્યક્તિઓના ૨૨ નકલી આધારકાર્ડ, પાનકાર્ડ અને લાયસન્સ સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી પોતાની ગાડીઓમાં ખાખી ડ્રેસ લટકાવી રાખી લોકોને પ્રભાવિત કરતો હતો. પોલીસે અંદાજે ૨૬.૪૨ લાખની કિંમતની ગાડીઓ સહિત લેપટોપ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જેપી રોડ પોલીસ સ્ટેશનમાં રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખ અને છેતરપિંડીનો ગુનો નોંધી, આ નકલી પીએસઆઈએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here