વડોદરાના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલા મકાનના ટેરેસ પર રાત્રે જુગાર રમતા 8 જુગારીઓને કપુરાઈ પોલીસે ઝડપી પાડી રૂ.2.66 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રીંગરોડ પર આવેલ સાંઈ પંજાબી હોટલ પાસે શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટના મકાન નં. 9ના ધાબા પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી કપુરાઈ પોલીસ ટીમને મળતા ગઈકાલે મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મયુર ગોપાલ નેપાળી (કલ્યાણ નગર, કારેલીબાગ), નરેશસિંગ મુકુંદસિંગ રાજપુત (બજરંગ નગર , દંતેશ્વર), રાજેન્દ્ર લાલા ચૌહાણ (કિશનનગર, દંતેશ્વર), જેસીંગ વજુ ભરવાડ (અનુનગર, દંતેશ્વર), રજનીકાંત નગીન રોહિત (સાઈનાથ હાઉસિંગ બોર્ડ, દરબાર ચોકડી પાસે ), ભરત કિશોર માળી (અમર શ્રદ્ધા વુડા, તરસાલી), પ્રતાપ ઈશ્વર પઢિયાર (ગાજરાવાડી) અને સતીશ શંકર વસાવા (ગણેશનગર, ડભોઈ રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન અંગઝડતીના રોકડા રૂ.14,600, જમીન દાવ પરના રોકડા રૂ.4 હજાર, રૂ.1.08 લાખની કિંમતના 8 મોબાઇલ ફોન તથા બે બાઈક અને એક રીક્ષા સહિત કુલ રૂ. 2,66,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

