GUJARAT : વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

0
32
meetarticle

પશ્ચિમ રેલ્વેએ વડોદરા અને કેરળના કોટ્ટાયમ વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન તેમજ અજમેર ખાતે યોજાનારા ઉર્સ ઉત્સવ નિમિત્તે બાંદ્રા ટર્મિનસથી અજમેર વચ્ચે ખાસ ભાડે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. 

વડોદરા – કોટ્ટાયમ  સ્પેશિયલ ટ્રેન કુલ 8 ફેરા કરશે. વડોદરા–કોટ્ટાયમ સાપ્તાહિક સ્પેશિયલ તા. 20 ડિસેમ્બરથી તા.10 જાન્યુઆરી સુધી દર શનિવારે સવારે 9:05 કલાકે વડોદરાથી રવાના થશે અને બીજા દિવસે સાંજે 7 વાગ્યે કોટ્ટાયમ પહોંચશે. જ્યારે પરત ફરતી  કોટ્ટાયમ–વડોદરા સાપ્તાહિક સ્પેશિયલ તા. 21 ડિસેમ્બરથી તા.11 જાન્યુઆરી સુધી દર રવિવારે રાત્રે 9 કલાકે કોટ્ટાયમથી નીકળીને ત્રીજા દિવસે સવારે 6 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સૂરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, કણકવલી, મડગાંવ સહિત 35થી વધુ મહત્વના સ્ટેશનો પર રોકાશે. બાંદ્રા ટર્મિનસ-અજમેર ટ્રેન બે ફેરા કરશે. બાંદ્રા ટર્મિનસ–અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ તા. 24 ડિસેમ્બર બુધવારે બપોરે 12:15 કલાકે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 6:15 વાગ્યે અજમેર પહોંચશે. પરત ફરતી અજમેર–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ તા.25 ડિસેમ્બર ગુરુવારે સવારે 11:40 કલાકે અજમેરથી પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 4:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરિવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, રાણી, મારવાડ વગેરે સ્ટેશનો પર રોકાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here