GUJARAT : વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડ્યા

0
16
meetarticle

 વડોદરા કોર્પોરેશન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રસ્તાને નડતરરૂપ હોય તેવા દબાણો હટાવવામાં આવી રહ્યા છે આજે દબાણ શાખાની ટીમે ભુતડી ઝાંપા અને ઘીકાંટા વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાહન વ્યવહારથી ધમધમતા રાવપુરા ઘીકાટા રોડ પર આવેલ શુ વર્લ્ડ શો રૂમની પાછળ બનાવાયેલી ગેરકાયદે દિવાલ સહિત ભૂતડી ઝાંપા રોડની ગરનાળા પોલીસ ચોકી સામેની ચૌહાણ સોસાયટીમાં આવેલી વાલ્મિકી વાસની ગેરકાયદે બનાવવામાં આવેલી ઓરડી પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા. ઉલ્લેખનીય છે કે રાવપુરા ઘીકાંટા રોડ પર શુ વર્લ્ડ શોરૂમની પાછળ ગેરકાયદે દિવાલ બનાવાય હોવાની જાણ પાલિકા તંત્રને થઈ હતી. અંદાજિત 10×4 ફૂટની ગેરકાયદે દિવાલ અને ભૂતડી ઝાંપા વિસ્તારની ગરનાળા પોલીસ ચોકી સામે ચૌહાણ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં વાલ્મિકી વાસની 10×10 ની ઓરડી પણ ગેરકાયદે હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત સ્થાનિક પોલીસ અને એસઆરપી પોલીસના બંદોબસ્ત સાથે આ બંને ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવીને રસ્તા ખુલ્લા કરાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here