રાજપીપળા વિવિધ વેપારી સંગઠન દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને પોઇચા પુલ પર પુનઃ એસટી નિગમની બસ ચાલુ કરવા લેખિતમાં
આવેદનપત્ર આપવામાં આવ્યું

હાલ રાજપીપળા ના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરે ચાણોદ ડભોઇ પંથક માંથી પદયાત્રીઓ પોઇચા પુલ થઈ દર્શને જઈ રહ્યાં છે બીજી બાજુ માય ભક્તો પ્રાઇવેટ વાહનો કરીને પણ રાજપીપળા જઈ રહ્યા છે ત્યારે પોઇચા પુલ પરથી પુનઃ એસટી બસ શરૂ કરાય એવી માય ભક્તોમાં માંગ જોવા મળી છે
પોઇચા પુલ પર એસટી નિગમની બસ બંધ કરાતા બંને જિલ્લાના આસપાસના ગ્રામજનોને વેપાર ધંધા નોકરી જવાબ ભારે હાડમારી નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે
પરાણે ખાનગી વાહનો માં ના છુટકે બેસવાનો વારો ખાનગી વાહનોમાં ઊંચા ભાડા આપી બેસવાનો વારો આવી રહ્યો છે
ડભોઇ તાલુકાના ચાણોદ ખાતે બી એન હાઇસ્કુલ પાસેનું ગરનાડુ જર્જરી હોવાના લઈ ભારે વાહન માટે પ્રતિબંધ હોય ગામમાં બસ આવતી નથી જેથી મુસાફરો ભારે ભાડમારી ભોગી રહ્યા છે માંડવા દવાખાના સુધી ચાલતું જવું પડે છે બેસવાની વ્યવસ્થા ખુલ્લામાં તાપ વરસાદના કલાકો ઉભા રહેવું પડે છે્ ચાણોદ ગ્રામ પંચાયત દ્વારા ચાણોદ ખાતે બસ શરૂ કરવા લેખિત અરજી એસટી તંત્ર ને આપેલ છે વળી ચાણોદ થી ભીમપુરા નંદેરીયા દરિયાપુરા થઈ રાજપીપલા તરફ જવા માટે પણ બસ ની કોઈ સુવિધા ન હોવાથી આ પંથકના ગ્રામજનોને ચાલવાનો વારો અથવા પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે વળી ચાણોદ થી રાજપીપળા તરફ જવા ખેડૂતો પંથકના ગ્રામજનો નગરજનો નર્મદા નદી પરનો પોઇચા પુલ હાલ રાજપીપળા વડોદરા જતી આવતી એસટી બસો ને પુલ ઉપરથી ભારે વાહન પ્રતિબંધ ને લઈને એસટી બસો બંધ હોવાથી કોઈ વાહન સમયે મળતું નથી કલાકો સુધી પોઇચા પુલ ખાતે ઉભા રહેવું પડે છે ખાનગી વાહનોમાં વધુ નાણાં ચુકવવા પડતા હોવાનું પંથકના લોકો સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે જો પોઇચા પુલ પર થી એસટી બસ પુનઃ ચાલુ કરવામાં આવે તો બંને જિલ્લા ના મુસાફરો અને વેપાર ધંધા નોકરી તેમજ સામાજિક પ્રસંગોમાં આવા જવામાં સીધી એસટી બસની સુવિધા પુનઃ પ્રાપ્ત થાય એમ છે હાલ તો સમય અને નાણાં નો વેડફાટ થઈ રહ્યો છે
રાજપીપળા વિવિધ વેપારી મંડળ દ્વારા આ બાબતે નર્મદા જિલ્લા કલેકટર ને લેખિતમાં આવેદનપત્ર આપી રાજપીપળાથી સીધી વડોદરા વાયા પોઇચા પુલ થઈ તમામ બસ પૂર્ણ ચાલુ કરવા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે હાલ તિલકવાડા તરફ થી એસટી બસ માં જવા આવવા સમય નાણાં નો વેડફાટ થઈ રહ્યો છે તો સત્વરે પોઇચા પુલ ઉપરથી એસટી નિગમની બસો શરૂ કરવા વિનંતી
હાલ પવિત્ર નવરાત્રી ના પર્વ ચાલી રહ્યાં છે ત્યારે ચાણોદ સેગવા બરકાલ તરફથી પોઇચા પુલ થઈ રાજપીપળા ના પૌરાણિક મંદિર હરસિધ્ધિ માતા ના મંદિરે ચાલતાં પદયાત્રા કરતાં માય ભક્તો જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ પ્રાઇવેટ વાહનો માં પણ માતાજીના દર્શન કરવાં દર્શનાર્થીઓ નો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે એસટી તંત્ર દ્વારા માતાજીના આ પવિત્ર પર્વેદર્શનાર્થીઓ માટે એસ.ટી બસ ચાલુ કરે એવી માંગ પણ ભક્તોમાં જોવા મળી રહી છે
મુકેશ ખત્રી ચાણોદ

