GUJARAT : વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી

0
12
meetarticle

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે માલવહન અને આવકના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાતર (ફર્ટિલાઇઝર) લોડિંગમાં વિભાગે 129.54 ટકાનો વધારો નોંધાવ્યો છે.

વડોદરા વિભાગે ફર્ટિલાઇઝર સિવાય જિપ્સમ અને કાસ્ટિક સોડા જેવી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓના લોડિંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે, જેના કારણે રેલવેની આવકમાં મોટો વધારો થયો છે. ફર્ટિલાઇઝર (દહેજ રેલવે સ્ટેશન): ગયા નાણાકીય વર્ષ 2024-25માં આ જ સમયગાળા દરમિયાન 88 રેક લોડ થયા હતા, જ્યારે ચાલુ વર્ષ 2025-26માં આ આંકડો વધીને 202 રેક સુધી પહોંચ્યો છે. જિપ્સમ: ગયા વર્ષે 13 રેક સામે આ વર્ષે 31 રેક લોડિંગ નોંધાયું છે. કાસ્ટિક સોડા: ગયા વર્ષે 30 રેકની સામે આ વર્ષે 54 રેક લોડિંગ નોંધાઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here