વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી તથા રાજીવ આવાસ યોજના હેઠળના નવા બનેલા તથા ફાળવણી ન થઈ હોય તેવા આવાસોની અરજદારોને આવતીકાલે ડ્રો દ્વારા ફાળવણી કરાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સ્કીમો ભાયલી ટી.પી.-4 એફ.પી.-134, સેવાસી ટી.પી.-1 એફ.પી.-71, ભાયલી ટી.પી.- 1 એફ.પી.- 116, ભાયલી ટી.પી.- 4 એફ.પી.-93, બિલ ટી.પી.- 1 એફ.પી.-35 અને અટલાદરા-કલાલી રે. સ.-585-586 તેમજ રાજીવ આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સ્કીમો સયાજીપુરા ટી.પી.-2 એફ.પી.-45, તાંદળજા ટી.પી.-24 એફ.પી.-52, કલ્યાણ નગર ખાતે નવા બનાવવામાં આવેલ/ખાલી હોય તેવા ઇડબલ્યુએસ પ્રકારના આવા સોની ફાળવણી કરવા માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો નો કાર્યક્રમ તા.11 ડિસેમ્બર ગુરુવારે સવારે 10 કલાકે આજવા રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાશે.

