GUJARAT : વડ વાજડી રાઠોડ પરીવારના આંગણે જય શ્રી સુંદરી ભવાની માતાજીનો નવરંગો માંડવો

0
48
meetarticle

વડ વાજડી લખમણભાઇ અરજણભાઇ રાઠોડ ના આંગણે ભાવેશભાઈ તેમજ અશ્વિનભાઈ રાઠોડ દ્વારા દેવોના દેવ મહાદેવ ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્મ કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાજી રાઠોડ પરીવારના શ્રી સુરાપુરાદાદા લૈયારા વાળા ની અસિમ કૃપા માતા પિતા ના આશિર્વાદ થી જયશ્રી સુંદરી ભવાની માતાજીનો 24 કલાક ના નવરંગા માંડવા નું આયોજન કરવામાં આવેલ છે

મંડપના અવસર 30/10 ના સવારે શુભ ચોધડીયે થાંભલી રોપણ માતાજીના સામૈયા તેમજ કરના ભુવા સ્વ કરશનભાઇ મેરામણભાઇ રાઠોડ ના આશિર્વાદ સાથે કલમના ભુવાશ્રી સામતભાઇ ડાભી શ્રી મેલડી માતાજી વાગુદડ તેમજ રાત્રે નવરંગા માંડવા માં રાવળદેવ કાળુભાઇ (ધરવાળા) નિલેશભાઇ (ચોગઠ) હરેશભાઇ (ટંકારા) વિજયભાઇ (કરદેજ) ભવદિપભાઇ (આંબલા) વિરાભાઇ (ટંકારા) સહિતના રાવળદેવો ના ડાકની ડણક માતાજી ની આરાધના સાથે માતાજી ના ભક્તો ને રાજી કરશે પંચના ભુવાશ્રીઓ આમંત્રીત ભાવાશ્રીઓ જય શ્રી સુંદરી ભવાની માતાજીના નવરંગા માંડવા ની ઉપસ્થિત રહિને શોભામા અભિવૃધ્ધિ કરશે તેમજ રાઠોડ પરીવારને આશિર્વાદ આપશે તેમજ આમંત્રિત મહેમાનો સગા સ્નેહીઓ મિત્રો માટે સાંજે ૬/૩૦ કલાકે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here