GUJARAT : વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી નસવાડી પોલીસ

0
29
meetarticle

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં દાખલ થતા વણશોધાયેલ ગુનાઓ તાત્કાલીક શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને શ્રી વી.એસ.ગાવીત I/C નાયબ પોલીસ અધિક્ષક, બોડેલી ડિવીઝન નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબ અસરકારક કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને આજરોજ તા.૧૬/૧૧/૨૦૨૫ ના રોજ નસવાડી પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૫૧૪૯૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૨૧(૧), ૩૨૪(૩), ૫૪ મુજબ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એકટ-૧૯૮૪ ની કલમ ૩(૨)(ચ) મુજબનો ગુનો બે અજાણ્યા ઈસમોના વિરૂધ્ધમાં નોંધાયેલ હોય જે ગુનાની ગંભીરતા સમજી આ વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડવા સારૂ શ્રી આઈ.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ ગુનાસબંધી જરૂરી માહિતી એકત્રીત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સારૂ તાત્કાલીક પોલીસ માણસોની ટીમ બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુ આવેલ સી.સી.ટી.વી. કેમેરાઓ તપાસી ટેકનીકલ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ બન્ને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે અને આરોપીઓ વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપીઓના નામ સરનામા

(૧)પરેશભાઈ પ્રકાશભાઈ ભીલ અંદાજે ઉ.વ.૨૨ રહે.વચલુ ફળીયુ, પાણીમહુડા તા.નસવાડી જી.છોટાઉદેપુર.

(૨)જેસલભાઈ પ્રવિણભાઈ ભીલ અંદાજે ઉ.વ.૨૩ રહે. વચલુ ફળીયુ, પાણીમહુડા તા.નસવાડી જી.છોટાઉદેપુર

  • સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી

(૧) શ્રી આઈ.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન

(૨) એ.એસ.આઈ. ખુમાનભાઈ બનસીંગભાઈ બ.નં.૩૯૪ નસવાડી પોલીસ સ્ટેશન

(૩) અ.હે.કો. અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮ નસવાડી પોલીસ સ્ટેશન

(૪) અ.હે.કો. શૈલેષભાઈ નરેશભાઈ બ.નં.૪૦૭ નસવાડી પોલીસ સ્ટેશન

(૫) અ.પો.કો. વિષ્ણુભાઈ કરશનભાઈ બ.નં.૧૯૫ નસવાડી પોલીસ સ્ટેશન

રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here