GUJARAT : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાતે

0
48
meetarticle

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં એસ.આઈ આર. ની કામગીરી બૂથ લેવલે સોંપવામાં આવી છે આ કામગીરી સમયસર કરીને ઓનલાઈન ડિજિટાઈજેશન કરવાની હોય છે
પોરબંદર જિલ્લામાં પણ હાલ આ કામગીરી ચાલી રહી છે.
ખાસ મતદારયાદી સુધારણા ૨૦૨૫ અંતર્ગત આજ રોજ પોરબંદર જિલ્લાના મતદાન મથકે ખાસ કલેક્શન માટે બી.એલ.ઓ. દ્વારા કામગીરી ચાલી રહી છે.

તાજેતરમાં કેબિનેટ મંત્રી તરીકે વર્ણી પામેલ પોરબંદરના ધારા સભ્ય વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામડાઓની મુલાકાત લઈ બી.એલ.ઓ.દ્વારા કરવામાં આવતી એસ. આઈ.આર કામગીરીનું મતદારો,નાગરિકોને તેઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ડિસેમ્બર ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે બી.એલ.ઓ.ને મતદાન મથક પર જઈને તમામ મતદારોને પોતાના મતદાન મથક ખાતે ઉપસ્થિત રહી બી.એલ.ઓ. ની મદદથી ગણતરી ફોર્મ ભરવા ૨૦૦૨ ની મતદાર આધીને ખૂટતી વિગતો મેળવી ગણતરી ફોર્મ બી.એલ.એ જમા કરાવવા અપીલ કરી હતી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાની વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ દ્વારા જિલ્લાના નાગરિકોને સઘન મતદાર યાદી અંગે સમજૂત કર્યા હતા. અને સમય મર્યાદામાં પોતાની યોગ્ય માહિતી સાથે ચૂંટણી ફ્રોમ ભરીને તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ પોરબંદર જિલ્લાના પોરબંદરના વિવિધ વિસ્તારો તેમજ બોખીરા, ભારવાડા, મોઢવાડા ગામની મુલાકાત લીધી હતી અને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરીની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપીને જિલ્લામાં ચાલી રહેલી સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.

રિપોર્ટર :- વિરમભાઇ કે.આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here