GUJARAT : વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો, ધરમપુર-કપરાડામાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતિત

0
42
meetarticle

ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે આજે (22મી ઑક્ટોબર) વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ધરમપુરમાં ભારે વરસાદ

ધરમપુર તાલુકાના ફૂલવાડી, ઝરીયા, ભેંસધરા તેમજ બરોલિયા, ધામણી અને બીલપુડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દિવાળી અને નવા વર્ષની શરુઆતમાં જ અણધાર્યો વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

રાજ્યમાં બેવડી સિઝન અને હવામાનની આગાહી

હાલ ગુજરાત રાજ્યના વાતાવરણમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, શિયાળાની શરુઆત થાય તે પહેલાં હવામાનમાં મોટો ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં બે હવામાન પ્રણાલીઓ (Weather Systems) સક્રિય થવાના કારણે આ ફેરફાર આવી શકે છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ મજબૂત બને તો, નવા વાવાઝોડાની રચનાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે આગામી દિવસોમાં રાજ્યના હવામાન પર અસર જોવા મળી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here