GUJARAT : વલસાડ LCB એ આઠ વર્ષથી પોલીસને થાપ આપતા પ્રોહિબિશનના નાસતા -ફરતા આરોપીને ભરૂચના ઝઘડિયાથી ઝડપી પાડ્યો

0
38
meetarticle

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ધરમપુર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેથી દબોચી લીધો છે. વર્ષોથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા-ફરતા આ આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઝડપી પાડવામાં આવ્યો છે.


​મળતી વિગતો મુજબ, વલસાડ LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ધરમપુરના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી રૂપાભાઇ રાણાભાઇ ખેર (ઉ.વ.૫૦, મૂળ રહે. ધંધુકા) હાલ ઝઘડિયાના તલોદરા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે ઝઘડિયાની ધારોલી ચોકડી નજીક આવેલા ભરવાડવાસમાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી વર્ષ ૨૦૧૮થી પોલીસ ચોપડે નાસતો-ફરતો જાહેર થયો હતો.
​ઝઘડિયા ખાતેથી પકડાયેલા આરોપી રૂપાભાઇ ખેર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, વલસાડ LCBએ તેનો કબજો વધુ તપાસ અને અદાલતી કાર્યવાહી અર્થે ધરમપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here