GUJARAT : વલસાડ LCB એ ₹૪.૧૭ લાખના માલની છેતરપિંડી અને વાહન વેચી નાખનાર વોન્ટેડ આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો

0
33
meetarticle


વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
LCB ટીમે બાતમીના આધારે આરોપી મુસ્તાકઅલી અભેસિંગ ચૌહાણ (ઉં.વ. ૪૫, રહે. મૂળ આણંદ, હાલ મુંબઈ) ને બગવાડા ટોલનાકા નજીકથી પકડી પાડ્યો હતો. આરોપીએ વાપીના શેઠની પીકઅપ વાનમાં ભરેલો ₹૪,૧૭,૧૨૯/- કિંમતનો એલ્યુમિનિયમ ફોઈલ્સ પેપર રોલનો માલ અમદાવાદ પહોંચાડવાને બદલે કરજણ નજીક વેચી દીધો હતો, અને તે પીકઅપ વાન પણ અન્ય ઈસમો સાથે મળીને ₹૨,૧૦,૦૦૦/- માં વેચી દીધી હતી.


LCB એ આરોપી પાસેથી ₹૫,૦૫,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ (કાર અને મોબાઈલ) કબજે કર્યો છે. ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં પકડાયેલા આરોપીનો કબજો વધુ તપાસ માટે ડુંગરા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here