GUJARAT : વાગરાના વસ્તી ખંડાલીગામમાં આવેલ સરકાર હજરત સૈયદ ગેબન સહીદ રમતુલા અલહી દરગાહ સરીફ પર સદલ સરિફની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી

0
46
meetarticle

વાગરાના વસ્તી ખંડાલી ગામના કબ્રસ્તાનમાં આવેલ સરકાર હજરત સૈયદ ગેબન શહીદ રમતુલા બાવાની દરગાહનો સંદલ શરીફ તેમજ ઉર્સ ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

ઉર્સ નિમિત્તે દરગાહને રોશની થી શણગારવામાં આવી હતી. દરગાહ શરીફના મઝાર પર સંદલ ચઢાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનો ઝિક્ર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અમન અને સુકુન માટેની દુઆઓ ફરમાવવામાં આવી હતી.

દર વર્ષે ઈસ્લામિક રજબ મહિનાના 9 માં ચાંદે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે. જેમાં તાલુકાના દરેક ધર્મના આગેવાનો અને રહીશો ઉજવણીમાં સામેલ થયા છે.

આજે ઊર્સની ઉજવણી દરમિયાન સૈયદ લુકમાન અલી સૈયદ સાદીક બાપુ સૈયદ મુજપર બાપુ સૈયદ સલાઉદ્દીન સૈયદ મયુદ્દીન નાવો ના હસ્તે સંદલ પેસ કરવામાં આવ્યું હતું સંદલ પેસ કાર્યક્રમ બાદન્યાઝ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો ના સંયુક્ત સહયોગ થી આમ નીયાઝ નું આયોજન કરાયું હતું. દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ ને લઈને ગામના નવયુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here