વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં ગતરોજ સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, GIDCના રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને કંપની સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી, જેનાથી બચાવ કાર્યમાં વિલંબ થયો હતો.
વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે સઘન પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.

