કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની સઘન સુધારણા પ્રક્રિયા SIR અંતર્ગત ‘મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-2025’ અમલમાં છે. આ ઝુંબેશના ભાગરૂપે વાગરા મામલતદાર કચેરી ખાતે નોટિસ પ્રાપ્ત થયેલા મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.વાગરા તાલુકામાં કુલ 4,300 જેટલા મતદારો એવા છે જેમણે હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ચૂંટણી તંત્ર દ્વારા દરરોજ સરેરાશ 150 જેટલા મતદારોને નોટિસ આપી પુરાવા સાથે મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા બોલાવવામાં આવી રહ્યા છે, જેથી આ પ્રક્રિયા સમયસર અને સુચારુ રીતે પૂર્ણ કરી શકાય.

મતદાર યાદીની પારદર્શિતા, ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને મતદારોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, જે લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવે છે.
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

