GUJARAT : વાગરા: છેલ્લા 6 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા 3 આરોપીઓની દહેજ પોલીસે ધરપકડ કરી.

0
41
meetarticle

ભરૂચ જિલ્લાની દહેજ પોલીસે છેલ્લા 6 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ સ્ટાફને સુચના આપી હતી. જે અનુસંધાને ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર કે.જી.સિસોદીયાએ દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ ગંભીરતાથી લઈ દહેજ પો.સ્ટે. ખાતે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં દહેજ પોલીસ મથક ખાતે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ધરમજી મોરારજી કેમીકલ પ્રા.લી. નામની કંપનીમાં ગત તા. ૧૩/૧૨/૨૦૨૦’ના રોજ રાત્રીના કંપનીના સુપરવાઈઝર તેમજ કોન્ટ્રાકટના માણસો વચ્ચે મારામારી થઈ હતી. જેના આધારે દહેજ પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૦૭૩૦/૨૦૨૦’નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાના કુલ 4 આરોપીઓમાંથી એક આરોપીને પકડી અટક કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 3 આરોપીઓ આજદિન સુધી નાસતા ફરતા હતા, ત્યારે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનોલોજીના આધારે અંગત બાતમીદારથી મળેલ બાતમીના આધારે આ ગુનામાં નાસતા ફરતા ત્રણેય આરોપીઓ તેના મિત્રને મળવા દહેજ જીઆઇડીસી વિસ્તારની મેઘમણી કંપનીની બાજુમાં આવેલ પતરાની કોલોની ખાતે આવ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા સદર ગુનાના આરોપીઓ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ગુના બાબતે પુછપરછ કરતા તમામ આરોપીઓએ ગુનામાં સંડોવણી હોવાની કબુલાત આપતા દહેજ પોલીસે (૧) રાકેશ કુમાર S/O રામધની માળી ઉ.વ. ૪૧ ધંધો-ખેતી મુળ રહે.ગામ-વોર્ડ નંબર ૦૮, શહિદનગર, ગામ.કોરાંવ પોસ્ટ.કોરાંવ થાના. કોરાંવ તા. કોરાંવ જીલ્લા. પ્રયાગરાજ (ઉતરપ્રદેશ), (૨) શશી કુમાર S/O રાકેશ કુમાર સૈની (માળી) ઉ.વ. ૨૮ ધંધો-ખેતી મુળ રહે.ગામ-વોર્ડ નંબર ૦૮, શહિદનગર, ગામ.કોરાંવ પોસ્ટ.કોરાંવ થાના.કોરાંવ તા. કોરાંવ જીલ્લા. પ્રયાગરાજ (ઉતરપ્રદેશ) અને, (૩) વિજય કુમાર ઉર્ફે મન્જય S/O શિવરામ કુશ્વાહા જાતે હિન્દુ શુધ્ધ કાછી ઉ.વ.૨૫ ધંધો-ખેતી મુળ રહે.ગામ-ગામ.કુવા પોસ્ટ.અકોઢા થાના.કોધીયારા તા.કચ્છના જીલ્લા.પ્રયાગરાજ (ઉતરપ્રદેશ). આમ, ત્રણેય આરોપીની દહેજ પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here