દહેજ GIDC વિસ્તારમાં ગલેન્ડા ગામ નજીક આવેલી Continental Carbon Eco Technology Private Limited કંપનીમાં કાર્યરત Instrument Departmentના કર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટ સામે ગંભીર માનસિક ત્રાસ, ધમકી અને શ્રમ કાયદાના ઉલ્લંઘનના આક્ષેપો સાથે અંતિમ કાયદેસર નોટિસ (Final Legal Notice) પાઠવવામાં આવી છે.
કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે Instrument Departmentના મેનેજર શ્રી વિનોદ ઉપાધ્યાય દ્વારા છેલ્લા લાંબા સમયથી સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અશોભનીય ભાષા, ઊંચા અવાજે અપમાન, કર્મચારીઓનું માનવ ગૌરવ તોડે તેવી ટિપ્પણીઓ, બળજબરીથી રજા પડાવવી, ઓવરટાઈમ ચૂકવ્યા વિના વધારાનું કામ લેવો અને ભયભીત કરનાર વલણ રોજિંદું બની ગયું છે.

HR સુધી લેખિત ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં
કર્મચારીઓ જણાવે છે કે આ બાબતે અગાઉ Instrument Engineer શ્રી વિવેકભાઈ પટેલ દ્વારા HR Departmentને લેખિત ઇમેઇલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં મેનેજર દ્વારા બોલવામાં આવેલા “I have no need you in department” જેવા અત્યંત અપમાનજનક શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. છતાં, HR Department દ્વારા આજદિન સુધી કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જે કંપની મેનેજમેન્ટની ગંભીર બેદરકારી અને મૌન સહમતિ દર્શાવે છે.
HR–મેનેજમેન્ટની મિલીભગતનો આરોપ
કર્મચારીઓએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ પણ HR Departmentના અધિકારી શ્રી લલિતભાઈ પરમારને વિનોદ ઉપાધ્યાય વિરુદ્ધ Instrument Departmentના કર્મચારીઓ દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ HR Department અને શ્રી વિનોદ ઉપાધ્યાય વચ્ચેની સ્પષ્ટ મિલીભગતના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. કર્મચારીઓનો આરોપ છે કે વિનોદ ઉપાધ્યાય, Instrument & Electrical HOD શ્રી દીપકભાઈ પટેલ અને HRના લલિતભાઈ પરમાર મળીને વિભાગમાં તાનાશાહી શાસન ચલાવી રહ્યા છે.
રજા લેશો તો ઇન્ક્રીમેન્ટ નહીં – ખુલ્લી ધમકી
ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે Instrument & Electrical HOD શ્રી દીપકભાઈ પટેલ દ્વારા કર્મચારીઓને “રજા લેશો તો ઇન્ક્રીમેન્ટ નહીં આપીએ” જેવી સીધી ધમકીઓ આપવામાં આવી છે. મંજૂર રજા દરમિયાન પણ કર્મચારીઓને ફોન દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો છે.
શિફ્ટ કર્મચારીઓને બળજબરીથી જનરલ શિફ્ટમાં બોલાવવામાં આવે છે અને વધારાના કલાકો કામ લીધા છતાં ન તો ઓવરટાઈમ ચૂકવવામાં આવે છે, ન તો Compensatory Off આપવામાં આવે છે, જે Factories Act, 1948ના ગંભીર ઉલ્લંઘન સમાન છે.
માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર
કર્મચારીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ સતત માનસિક ત્રાસના કારણે અનેક કર્મચારીઓ ગંભીર માનસિક તણાવ, ડિપ્રેશન અને કેટલાક કિસ્સાઓમાં આત્મહાનિના વિચારો સુધી પહોંચ્યા છે, જે ભારતીય સંવિધાનની કલમ 21 – જીવન અને માનવ ગૌરવના અધિકારનો સીધો ભંગ છે.
7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિન્હીય આંદોલન
Instrument Departmentના કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 7 દિવસની અંદર શ્રી વિનોદ ઉપાધ્યાય સામે કાયદેસર, નિષ્પક્ષ અને દંડાત્મક કાર્યવાહી નહીં થાય, તો તેઓ પોતાના પરિવારજનો સાથે કંપનીના ગેટ ઉપર ગાંધીચિન્હીય માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવા મજબૂર બનશે. આંદોલનથી થનારી કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી કંપની મેનેજમેન્ટ, HR Department તથા સંબંધિત અધિકારીઓની રહેશે.
શ્રમ વિભાગથી માનવ અધિકાર આયોગ સુધી જવાની તૈયારી
કર્મચારીઓએ આ મામલે શ્રમ આયુક્ત, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પોલીસ વિભાગ, માનવ અધિકાર આયોગ અને લેબર કોર્ટ સુધી કાયદેસર લડત લડવાની તૈયારી જાહેર કરી છે. આ ઘટનાએ દહેજ– ગલેન્ડા ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને શ્રમિક અધિકારોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

