GUJARAT : વાપીમાં જાહેર શાંતિ ભંગ કરનાર માથાભારે ઇસમ સત્યમ યાદવને પાસા હેઠળ વલસાડ LCB એ કચ્છની જેલભેગો કર્યો

0
35
meetarticle

​વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વાપી વિસ્તારમાં અવારનવાર શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરીને લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા એક માથાભારે ઇસમ સામે પાસા (PASA – Prevention of Anti-Social Activities Act) નું શસ્ત્ર ઉગામ્યું છે.


​વાપીના નામધા વિસ્તારમાં રહેતા સત્યમ s/o સુભાષ યાદવ (ઉં.વ. ૨૧, મૂળ ઉત્તર પ્રદેશ) વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓના આધારે LCB દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
​જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ ઇસમને “ભયજનક વ્યક્તિ” તરીકે પાસા હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ મંજૂર થતાં, LCBની ટીમે તેની અટકાયત કરીને તેને કચ્છ-ભુજની ખાસ જેલ પાલારા ખાતે કાયમી કેદ માટે મોકલી આપ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here